બ્રિટની સ્પીયર્સ અને કેવિન ફેડરલાઇનના 2007 માં છૂટાછેડા થયા. બ્રિટનીને કેવિન ફેડરલાઇનને દર મહિને ભરણપોષણ અને બાળ સહાય તરીકે લગભગ $40,000 (લગભગ રૂ. 33 લાખ) ચૂકવવા પડતા હતા. બાદમાં આ રકમ ઘટાડીને $20,000 પ્રતિ માસ કરવામાં આવી. 2018 માં, કેવિન ફેડરલાઈને બાળ સહાય વધારવાની માંગણી કરી, જે પછી વધારીને $35,000 પ્રતિ માસ કરવામાં આવી.
