Aadhar Replace: હવે ફોર્મ-ડોક્યુમેન્ટ વગર આધારમાં બદલી શકશો મોબાઇલ નંબર, મિનિટોમાં કામ થઇ જશે પૂરું

Aadhar Replace: હવે ફોર્મ-ડોક્યુમેન્ટ વગર આધારમાં બદલી શકશો મોબાઇલ નંબર, મિનિટોમાં કામ થઇ જશે પૂરું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Aadhaar Cellular Quantity Replace: સામાન્ય રીતે લોકો ત્યારે કંટાળી જાય છે જ્યારે આધારમાં મોબાઇલ નંબર બદલવાનો હોય. જો કે આ એક લાંબી પ્રોસેસ હતી, પરંતુ હવે આ સુવિધાને સરળ કરવામાં આવી છે.  

News18
News18

આધારકાર્ડ ધારકો માટે એક સારી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે તમે કોઈપણ ડોક્યુમેન્ટ્સ વગર માત્ર તમારા અંગૂઠાનાં નિશાનથી માત્ર 5 મિનિટમાં તમારો મોબાઇલ નંબર બદલી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. આમ, તમે પણ આ સરળ પ્રોસેસ વિશે જાણી લેશો તો મોટો ફાયદો થશે. તો જાણો આ વિશે વધુમાં.

આધારમાં આ રીતે મોબાઇલ નંબર અપડેટ કરો

આધારમાં મોબાઇલ નંબર બદલવો હવે સરળ થઈ ગયો છે. આ માટે તમે સૌથી પહેલાં તમારા નજીકનાં આઇપીબીપી કેન્દ્ર તેમજ પોસ્ટ ઓફિસનાં એક્સેસ પોઇન્ટ પર જાઓ. સારી વાત તો એ છે કે હવે આ સુવિધા લગભગ નાની-નાની પોસ્ટ ઓફિસમાં પણ ઉપલબ્ધ છે. આ માટે તમારે મોટા આધાર સેન્ટરમાં જવાની જરૂર નથી. આ માટે સ્થાનિક પોસ્ટ ઓફિસનાં કર્મચારી પાસે જઈને આ વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો.

આધાર નંબર અને નવા નંબરની વિગતો શેર કરો

કેન્દ્ર પર જઈને તમારે કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાની જરૂર નથી. તમે માત્ર 12 આંકડાઓનો આધાર નંબર અને નવો મોબાઇલ નંબર મૌખિક રીતે જણાવવાનો રહેશે. આ એક ડિજિટલ પ્રોસેસ છે. આ માટે જૂના નંબરની જરૂર નહીં પડે. આ એ લોકો માટે બેસ્ટ રહેશે કે જેમનું જૂનું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે.

તમારી જાણકારી અનુસાર જણાવી દઈએ કે બેન્ક અધિકારી બાયોમેટ્રિક મશીન પર તમારી આંગળી તેમજ અંગૂઠો મૂકવાનું કહેશે. આ તમારી ઓળખ પુષ્ટિ કરવાનું સૌથી સુરક્ષિત અને આધુનિક રીત છે. જેમ તમારી ફિંગરપ્રિન્ટ આધાર ડેટાબેઝ સાથે મેચ થઈ જશે ત્યારે તમારી કેવાયસી તરત પૂરી થઈ જશે. આ માટે તમારે અસલી આધાર કાર્ડ બતાવવાની તેમજ ફોટાથી લઈને બીજા ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી.

એસએમએસ આવતા જ લિંક થઈ જશે નંબર

કન્ફર્મેશન ડિજિટલ અપડેટ આવતા જ બાયોમેટ્રિક વેરિફિકેશન સક્સેસ થઈ જશે. સિસ્ટમમાં તમારો મોબાઇલ નંબર રજિસ્ટર કરવામાં આવશે. ત્યારબાદ થોડાં સમયમાં જ તમારા મોબાઇલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ આવશે. આનો મતલબ એ થાય છે કે તમારો નવો નંબર આધારની સાથે લિંક થઈ ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *