Uttarakhand Helicopter crashes : ઉત્તરાખંડના ચમોલીથી બદ્રીનાથ ધામ પરત ફરી રહેલા હેલિકોપ્ટરનું લોકેશન ઉપલબ્ધ નથી. વહીવટીતંત્રને બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે હેલિકોપ્ટર ગુમ થવાની માહિતી મળી છે. ઘટનાને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવ કુમારે માહિતી આપી છે કે સમાચાર મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ વહીવટીતંત્ર અને હેલી કંપની ગુમ થયેલ હેલિકોપ્ટરનું લોકેશન શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ગુમ
ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ગુમ થયાના સમાચાર મળતા જ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. રિપોર્ટ અનુસાર ખરાબ હવામાનને કારણે ચાંઈ અને થેંગ ગામની ઉપર આ ઘટના બની હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા.
ટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર 6 મુસાફરો સાથે બદ્રીનાથ ધામથી ઋષિકેશ તરફ જઇ રહ્યું હતું, પાયલટ સહિત તમામ 6 મુસાફરો મળી આવ્યા નથી.
