Anirudh Ravichander Kavya Maran : સાઉથ ઈન્ડિયન સિનેમાના મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારનના લગ્ન પર ઓફિશિયલ મોહર લાગી ગઇ છે. કાવ્યા મારન લગભગ 24,000 કરોડ રૂપિયાની માલકિન છે અને સન ટીવી નેટવર્ક લિમિટેડની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ખાસ વાત એ છે કે લગ્નની પુષ્ટિ આ દંપતીએ પોતે કે તેમના પરિવાર દ્વારા નથી પરંતુ તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી થઇ છે. લગ્નનું રિસેપ્શન 21 નવેમ્બરે ચેન્નાઈમાં યોજાશે.
કોણ છે કાવ્યા મારન?
નવેમ્બરમાં અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્ન કરવા જઇ રહેલી કાવ્યા મારન આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની સીઈઓ અને કો ઓનર છે. તેની વ્યક્તિગત સંપત્તિ આશરે 409 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
કાવ્યાએ ચેન્નાઈની સ્ટેલા મારિસ કોલેજમાંથી બીકોમ અને યુકેની વારવિક બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું છે. આ પછી 2019માં તેણે સન ટીવી નેટવર્કમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાઈ હતી અને ટીમની કમાન સંભાળવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ આઈપીએલની ફ્રેન્ચાઈઝી તેના પિતા કલાનિધિ મારને 2017માં ખરીદી હતી.
આઈપીએલની ચોથી સૌથી મોંઘી ટીમના માલિક
આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની વેલ્યૂ પણ ઘણી ઊંચી છે. IPLOwners.com.in અનુસાર આ ફ્રેન્ચાઈઝીની કિંમત 17500 કરોડથી રુપિયા 18400 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. આ વેલ્યુએશન સાથે તે આઇપીએલની ચોથી સૌથી મોંઘી ટીમ હોવાનું કહેવાય છે.
કાવ્યાના પિતાની નેટવર્થ 24600 કરોડ રૂપિયા
કાવ્યા મારનના પિતા કલાનિતિ મારનની કુલ સંપત્તિ આશરે 24600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં તે 146મા ક્રમે હતા. તે દેશના સૌથી મોટા મીડિયા બિઝનેસમેનમાંથી એક છે. મારન પરિવારની મોટાભાગનો હિસ્સો સન ટીવી નેટવર્કથી આવે છે.
રજનીકાંતની ‘જેલર 2’એ ફિલ્મના પહેલા પાર્ટનો રેકોર્ડ તોડ્યો, 2 દિવસમાં આટલા કરોડની કમાણી કરી
2025 માં સંબંધોની અફવાઓ ફેલાઈ હતી
જૂન 2025માં રેડિટ પરની એક પોસ્ટે અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ડેટિંગના સમાચારને વેગ આપ્યો હતો. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને એક વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે અને લગ્ન કરવાની પણ યોજના બનાવી રહ્યા છે.
પણ અનિરુદ્ધે એક્સ પર મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે લગ્ન, આહ? શાંત રહો મિત્રો, મહેરબાની કરીને ખોટી અફવાઓ ફેલાવશો નહીં. અનિરુદ્ધ તેના હિટ નંબર વાય ધીસ કોલાવેરી ડી માટે જાણીતો છે, જે હાલમાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર સિંગર અને મ્યૂઝિક ડાયરેક્ટર છે, જે એક આલ્બમ દીઠ 10 કરોડ રૂપિયા લે છે.
Solar Group Chairman Shri Kalanithi Maran and his spouse, Smt. Kavery Maran, met Hon’ble Chief Minister Shri A. Revanth Reddy at his residence in Jubilee Hills and invited him to the marriage reception of their daughter, Kavya Maran. The marriage reception of Kavya Maran and Anirudh Ravichander is scheduled to be held in Chennai on November 21. #KalanithiMaran #KavyaMaran
— Telangana CMO (@TelanganaCMO) October 16, 2026
તેલંગાણાના સીએમઓ એ અનિરુદ્ધ અને કાવ્યાના લગ્ન કન્ફર્મ કર્યા
તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કાવ્યા મારનના માતા-પિતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને મળવા આવ્યા હતા.
તેલંગાણા સીએમઓ એ એક્સ પર લખ્યું કે સન ગ્રુપના ચેરમેન કલાનિધિ મારન અને તેમની પત્ની કાવેરી મારન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન બંનેએ મુખ્યમંત્રીને તેમની પુત્રી કાવ્યા મારનના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.
આ સાથે જ પોસ્ટમાં કાવ્યાના માતા-પિતા સાથેનો સીએમનો ફોટો પણ જોવા મળ્યો હતો. જોકે કાવ્યા કે અનિરુદ્ધ રવિચંદર તરફથી હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી.
