Google Tendencies : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ પ્રસંગોએ મળેલી વિશેષ ભેટ અને સ્મૃતિચિહ્નો ફરી એકવાર ઇ હરાજી માટે તૈયાર છે. વડાપ્રધાનના સ્મૃતિચિહ્નોનું 8મું ઇ ઓક્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. આ વખતે હરાજીમાં કુલ 1498 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં રોયલ નેવીના ફ્લેગશિપ જહાજ HMS Victoryનું બેનમૂન મોડેલ શામેલ છે, જેમાં સંખ્યાબંધ અદભૂત હસ્તકલા કલાકૃતિઓ છે.
ભારતની કલા અને વારસા સાથે જોડાયેલી ઘણી વિશેષ વસ્તુઓ પણ હરાજીમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આમાં કાકતીય કળા તોરણમની ચાંદીની પ્રતિકૃતિ, દમણની આધુનિક ઇમારત દર્શાવતી જરદોઝી ભરતકામ અને જીવન વૃક્ષને દર્શાવતી ગોંડ કલાનો સમાવેશ થાય છે.
આ વખતે 50 મુખ્ય વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી કર્ણાટકમાં મળેલા ભગવાન રામના ચાંદીના સ્મૃતિચિહ્ન છે. તેની પ્રારંભિક કિંમત 13.50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તો કાકતીયા કલા તોરણમની ચાંદીની પ્રતિકૃતિની બેઝ પ્રાઇસ 9 લાખ રૂપિયા છે. ટ્રી ઓફ લાઇફને દર્શાવતી ગોંડ આર્ટવર્કની પ્રારંભિક કિંમત 7.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
રથ પર ભગવાન જગન્નાથ પરિવારની આર્ટવર્કની પણ હરાજી થશે
ઉપરાંત રથ પર ભગવાન જગન્નાથ પરિવારની કલાકૃતિ પણ હરાજીમાં સામેલ છે, જેની બેઝ પ્રાઈસ 6 લાખ રૂપિયા છે. ગોલ્ડ પ્લેટેડ રાધા કૃષ્ણ કલાકૃતિની પ્રારંભિક કિંમત 5.40 લાખ રૂપિયા છે.
કાકતિયા કલા તોરણમને વારંગલ ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 12મી સદીમાં કાકતીયા રાજવંશના અગ્રણી સ્થાપત્યનું ઉદાહરણ છે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના જણાવ્યા અનુસાર આ ઇ હરાજી 31 ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લા સાત ઇ ઓક્શનમાં 7400થી વધુ ચીજોની હરાજી થઈ હતી, જેમાંથી લગભગ 52 કરોડ રૂપિયાની કિંમત મળી હતી. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હરાજી ભારતની કલા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને લોકો સુધી લાવવાની સાથે નમામી ગંગે કાર્યક્રમમાં પણ યોગદાન આપે છે.
નરેન્દ્ર મોદી 76 વર્ષ, વડનગરથી PM સુધીની સફર, જાણો રાજકારણ અને જીવનશૈલી
પીએમ નરેન્દ્ર મોદી 76 વર્ષના થયા છે. સામાન્ય પરિવારમાંથી શરૂ થયેલ તેમની સફર આજે દેશના સૌથી લોકપ્રિય નેતા સુધી પહોચી છે. 2014થી દેશના વડાપ્રધાન રહેલા મોદી 2024માં સતત ત્રીજી વખત આ પદે આરુઢ છે. 76મા જન્મદિવસના પ્રસંગે તેમની આ લાંબી રાજકીય યાત્રા, ચૂંટણીના પડાવ, તેમની સરકારના કેટલાક મોટા નિર્ણયો અને જાહેરમાં જાણીતી દિનચર્યા પર એક નજર કરીએ. વાંચો સંપૂર્ણ અહેવાલ
