BRICS Summit 2026 Updates : બ્રિક્સ સમિટના સભ્યોએ ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. આ ઘોષણાપત્રમાં બ્રિક્સ દેશોએ પહેલગામ હુમલાની આકરી નિંદા કરી છે. આને ભારતની મોટી ફૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. ઘોષણાપત્ર અનુસાર બ્રિક્સ દેશોએ આતંકવાદના બધા રુપો અને રીતની આકરી નિંદા કરી છે. તેના હેતુ, સ્થળ અથવા તેને અંજામ આપનાર કોઇપણ હોય.
પહેલગામ હુમલાની નિંદા કરી
બ્રિક્સ દેશોના જૂથે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.
આ ઘોષણાપત્રમાં સરહદ પારના આતંકવાદ, આતંકવાદ માટે ફંડિંગ અને આતંકવાદીઓ માટે સલામત આશ્રયસ્થાનો જેવી સમસ્યાઓનો સામનો કરવાના તેના સંકલ્પની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે સાથે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે આતંકવાદને કોઈ પણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા અથવા જાતિય સમૂહ સાથે જોડવા જોઈએ નહીં.
‘આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ’
બ્રિક્સે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ, તેમાં સામેલ લોકોની જવાબદારી નક્કી કરવા અને યુએન દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવા હાકલ કરી હતી. બ્રિક્સ દેશોએ સંયુક્ત રાષ્ટ્રના માળખા હેઠળ ‘આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક કન્વેંશન’ને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા અને તેને અપનાવવાની માંગ કરી છે.
ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે પરસ્પર સન્માન અને સમજણ, સાર્વભૌમ સમાનતા, એકજુટતા, લોકશાહી, સમાવેશીતા, સહયોગ અને સર્વસંમતિની બ્રિક્સની ભાવના પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. બ્રિક્સની બે દાયકાની સફરને આગળ વધારતા, અમે રાજકીય અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય તથા સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સહકારના ત્રણ સ્તંભો હેઠળ વિસ્તૃત બ્રિક્સમાં સહકારને મજબૂત કરવા માટે પોતાને વધુ પ્રતિબદ્ધ કરીએ છીએ.
BRICS New Delhi Declaration: BRICS nations strongly condemned terrorism in all its varieties and manifestations, no matter its motivation, location, or perpetrators.
The bloc condemned the April 22, 2025, terrorist assault in Jammu and Kashmir, by which 26 individuals had been killed and… https://t.co/n2P6yCQz4xpic.twitter.com/AIO1GDs6WQ
— ANI (@ANI) September 12, 2026
આગળ કહેવામાં આવ્યું કે અમે શાંતિ, વધારે પ્રતિનિધિત્વ વાળી અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, એક નવી ઉર્જાથી યુક્ત અને સુધારેલી બહુપક્ષીય વ્યવસ્થા, ટકાઉ વિકાસ અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપીને અમારા લોકોના લાભ માટે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાનો સંકલ્પ કરીએ છીએ.
ભારતની યજમાનીની પ્રશંસા કરી
સભ્ય દેશોએ પત્રમાં કહ્યું કે અમે 18મી બ્રિક્સ સમિટના ‘આઉટરીચ / બ્રિક્સ પ્લસ ડાયલોગ’ સત્રની યજમાની કરવા બદલ ભારતની પ્રશંસા કરીએ છીએ, જે આંતરરાષ્ટ્રીય સહયોગ અને એકતાને મજબૂત કરવાની દિશામાં નવી ગતિ પ્રદાન કરે છે.
પીએમ મોદીએ બ્રિક્સના મંચ પરથી સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું – હવે વધુ ટાળી શકાય નહીં
સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને વધુ ન્યાયી, નિષ્પક્ષ, અસરકારક, પ્રતિનિધિ, લોકશાહી અને જવાબદાર બનાવવા માટે વૈશ્વિક શાસનમાં સુધારો કરવા અને સુધારવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
ઘોષણાપત્રમાં બહુપક્ષીયતા અને બહુધ્રુવીકરણને મજબૂત કરવા, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું પાલન કરવા અને શાંતિ અને સુરક્ષા જાળવવા, ટકાઉ વિકાસ, લોકશાહી અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગને આગળ વધારવામાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકાને માન્યતા આપવા માટે જૂથની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવામાં આવી હતી.
