નવી સીઝનમાં કેવી હશે ફૂલેરાની કહાણી? વાર્તાના પ્લોટ વિશે સંકેત આપતા ડિરેક્ટરે જણાવ્યું કે, “નવી સીઝનમાં તમામ પાત્રોનું જીવન એક ડગલું આગળ વધશે. ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને પ્રધાનજી ચૂંટણી હારી ગયા છે. પરંતુ વાર્તામાં એ દર્શાવવામાં આવશે કે હાર્યા પછી તેમની જિંદગી કઈ રીતે આગળ વધે છે, ગામમાં તેમની સ્થિતિ કેવી હોય છે અને બીજા પાત્રોના જીવનમાં કેવા ફેરફાર આવે છે. પદ ગુમાવ્યા બાદ પ્રધાનજી ગામમાં કેવી રીતે ફરે છે અને શું કરે છે, તે જોવું દર્શકો માટે ખૂબ રસપ્રદ રહેશે.”(Picture From: Imdb)
