શું હતો સમગ્ર મામલો? કેરળના એક શખ્સ પર આરોપ હતો કે તે 23 ઓક્ટોબર 2021 ના રોજ એક સગીરાને ભગાડી ગયો હતો અને પોતાના ઘરમાં રાખીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. ‘બાર એન્ડ બેંચ’ના અહેવાલ મુજબ, આરોપી સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 375 અને પોક્સો એક્ટ 2012 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ બચાવમાં દલીલ કરી હતી કે તેણે છોકરીનું અપહરણ કર્યું નથી, પરંતુ 23 જુલાઈ 2021 ના રોજ બંને પરિવારોની હાજરીમાં ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને તે સમયે છોકરીની ઉંમર 17 વર્ષથી વધુ હતી. જોકે, પરિવારજનો આ લગ્નના કોઈ કાયદેસર પુરાવા રજૂ કરી શક્યા નહોતા, જેથી કોર્ટે કેસ રદ કરવાનો ઇનકાર કરી ટ્રાયલ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.
