ટ્રમ્પનો દાવો: અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરશે, ઈરાન સાથેની તંગદિલી વચ્ચે તેલના ભાવ ચઢ્યા

ટ્રમ્પનો દાવો: અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરશે, ઈરાન સાથેની તંગદિલી વચ્ચે તેલના ભાવ ચઢ્યા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Strait of Hormuz: વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ હોર્મુઝ જળમાર્ગને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા દાવાથી ઈરાન-અમેરિકા તંગદિલી વધુ ઉગ્ર બની છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરશે. જેને પગલે તેલના ભાવ પણ ઉંચકાયા છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સોમવારે કહ્યું કે અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પર કબજો કરશે અને આ વ્યૂહાત્મક જળમાર્ગનું રક્ષણ કરવા બદલ તેને વળતર મળવું જોઈએ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલી દરમિયાન ઈરાને બહેરિન, કુવૈત, ઓમાન અને જોર્ડન સહિતના ગલ્ફ દેશોને નિશાન બનાવ્યા બાદ હોર્મુઝનું નિયંત્રણ હવે નવો વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે.

ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, અમે જળમાર્ગને સુરક્ષિત રાખીશું અને કદાચ તેનું સંચાલન પણ કરીશું. અમે હોર્મુઝના રક્ષક બનીશું. કદાચ અમે તેને ‘જળમાર્ગનો ગાર્ડિયન એન્જલ’ કહીશું અને તેના માટે અમને વળતર મળવું જોઈએ.

પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં હવે સૌથી મોટો પ્રશ્ન એ બની ગયો છે કે હોર્મુઝ જળમાર્ગ પર નિયંત્રણ કોનું રહેશે? વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાના આશરે 20 ટકા ભાગ માટે આ જળમાર્ગ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાન દ્વારા જળમાર્ગ અવરોધાયા બાદ તેલ અને ઊર્જાના ભાવોમાં તેજી આવી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની ચિંતા વધી છે.

ટ્રમ્પે કહ્યું – અમે હોર્મુઝ જળમાર્ગની રક્ષા કરીશું

ટ્રમ્પે વધુમાં કહ્યું, “અમે તેની રક્ષા કરીશું અને તેના બદલામાં અમને ઘણાં પૈસા મળશે. અન્ય દેશો ખૂબ સમૃદ્ધ છે, તેઓ અમારા પક્ષમાં છે, તેથી અમે આ કામ મફતમાં કરી શકીએ એવી અપેક્ષા રાખી શકાતી નથી.

શનિવારે બિનઅધિકૃત ટ્રાન્ઝિટનો આરોપ મૂકીને તેહરાને જળમાર્ગ બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રવિવારે ઈરાને કહ્યું કે માર્ગ હજી પણ બંધ રહેશે અને સ્થિરતા તથા શાંતિ પુનઃસ્થાપિત થયા પછી જ પસાર થવા માટે પરવાનગી આપવામાં આવશે.

ટ્રમ્પે ઈરાન સાથેના કરાર અંગે કહ્યું, અમારી પાસે એક કરાર હતો. તે લગભગ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ તેમણે તેને તોડી નાખ્યો. તેઓ હંમેશાં કરાર તોડે છે. અમે તેમની સાથે 10 કરારો કર્યા છે, તેથી હવે અમે તેમની સામે ખૂબ કડક કાર્યવાહી કરીશું.

વૈશ્ચિક તેલ અને ગેસ સામે સંકટ

ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ્સ એ સોમવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે જળમાર્ગમાં સામાન્ય શિપિંગ ફરી શરૂ કરવાની એકમાત્ર રીત એ છે કે અમેરિકા ત્યાંની સૈન્ય કાર્યવાહી બંધ કરે. સાથે જ ચેતવણી આપવામાં આવી કે સતત દખલગીરી વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જી શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે સપ્તાહાંત દરમિયાન અને સોમવાર સુધી ભારે મિસાઇલ તથા ડ્રોન હુમલાઓ થયા. તેહરાને દાવો કર્યો કે તેણે ગલ્ફ વિસ્તારમાં આવેલી અમેરિકી સૈન્ય સુવિધાઓને નિશાન બનાવી છે અને હોર્મુઝ જળમાર્ગ બંધ રાખ્યો છે, જેના કારણે તેલના ભાવોમાં વધુ વધારો થયો.

આ પણ વાંચો: હોર્મુઝ ફરીથી બંધ: ‘અમારો સંપૂર્ણ કંટ્રોલ છે’, ઈરાને દરિયાઈ ટ્રાફિક અંગેના અમેરિકાના દાવાઓને ફગાવી દીધા

તાજેતરના હુમલાઓએ છેલ્લા એક અઠવાડિયામાં હુમલાઓની ગતિ અને ભૌગોલિક વ્યાપ બંનેમાં નોંધપાત્ર વધારો દર્શાવ્યો છે. આ પરિસ્થિતિએ ગયા મહિને અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા અસ્થાયી કરાર પર પણ સવાલો ઊભા કર્યા છે. તે કરાર મુજબ હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાનો, દુશ્મનાવટ અટકાવવાની અને આગામી 60 દિવસ સુધી વધુ વાટાઘાટો ચાલુ રાખવાની સંમતિ થઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *