અમિત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી; ₹405 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું

અમિત શાહે અમદાવાદમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી; ₹405 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત  અંદાજે 1.25 કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. 405 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની  ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઑક્સિજન પાર્ક તથા 155 એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ ‘જન અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં 1,25,93,513 વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ  કરીને એક નવો વિક્રમ સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.

આ સાથે જ અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે જેના માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની સરાહના કરી, માત્ર ત્રણ મહિનામાં અશક્ય લાગતી આ કામગીરી પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ આહ્વાનથી પ્રેરાઈને આ અભિયાન હવે એક જન આંદોલન બની ગયું છે. માત્ર ગાંધીનગર લોકસભાના 1,37,812 નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય સંસદીય વિસ્તારોના પણ 28,544 નાગરિકોએ આ સંકલ્પ લીધો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પડ્યો 40,000 કરોડનો બોજ, હાઈકોર્ટ પહોંચ્યો વળતરનો વિવાદ

અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વાયુ પ્રદૂષણ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન રોકવા માટે નવી 80 BRTSની અને 75 AMTSની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ BRTS દેશની એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા બની છે. શાહે નાગરિકો સમક્ષ વિકાસકામોનું સરવૈયું રજૂ કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. 28,492 કરોડનાં કામો પૂર્ણ થયાં છે.

અમિતભાઈએ વધતાં જતાં કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી. જેથી વધતાં તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી પેઢીઓને રક્ષણ મળી શકે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *