IND vs ENG fifth T20 Cricket Match Scorecard LIVE : પાંચમી ટી20 મેચમાં ઇંગ્લેન્ડે આપેલા 258 રનના પડકાર સામે ભારતે 15 ઓવરમાં 4 વિકેટે 159 રન બનાવી લીધા છે. આ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેગડે, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઇંગ્લેન્ડ : ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકોબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ.
-
Jul 11, 2026 22:38 IST
IND vs ENG LIVE : ઇશાન કિશન 56 રને આઉટ
ઇશાન કિશન 35 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 56 રને રાશિદની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 131 રને ચોથી વિકેટ ગુમાવી.
-
Jul 11, 2026 22:25 IST
IND vs ENG LIVE : શ્રેયસ ઐયર 28 રને આઉટ
શ્રેયસ ઐયર 16 બોલમાં 4 ફોર સાથે 28 રને લિયામ ડોસાનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 110 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Jul 11, 2026 22:05 IST
IND vs ENG LIVE : સંજુ સેમસન 27 રને આઉટ
સંજુ સેમસન 14 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 27 રને સેમ કરનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 55 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jul 11, 2026 21:46 IST
IND vs ENG LIVE : અભિષેક શર્મા 3 રને આઉટ
અભિષેક શર્મા 5 બોલમાં 3 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો, ભારતે 25 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jul 11, 2026 21:23 IST
IND vs ENG LIVE : ભારતને જીતવા માટે 258 રનનો પડકાર
પાંચમી ટી20 મેચમાં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટે 257 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 258 રનનો પડકાર મળ્યો છે. હેરી બ્રુકના 45 બોલમાં 4 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 95 રન. આ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઇ રહી છે.
-
Jul 11, 2026 21:13 IST
IND vs ENG LIVE : બટલર 131 રને આઉટ
જોશ બટલર 64 બોલમાં 12 ફોર અને 8 સિક્સર સાથે 131 રને શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 241 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jul 11, 2026 20:55 IST
IND vs ENG LIVE : બટલરની સદી
જોશ બટલરે 51 બોલમાં 9 ફોર અને 6 સિક્સર સાથે સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડે 15.4 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.
-
Jul 11, 2026 20:31 IST
IND vs ENG LIVE : બટલરની અડધી સદી
જોશ બટલરે શાનદાર બેટિંગ કરતા 34 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Jul 11, 2026 20:21 IST
IND vs ENG LIVE : હેરી બ્રુકની અડધી સદી
હેરી બ્રુકે 19 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ઇંગ્લેન્ડે 9.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-
Jul 11, 2026 19:47 IST
IND vs ENG LIVE : ફિલ સોલ્ટ 6 રને આઉટ
ફિલ સોલ્ટ 9 બોલમાં 1 ફોર સાથે 6 રને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 8 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jul 11, 2026 19:43 IST
IND vs ENG LIVE : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક (કેપ્ટન), જેકોબ બેથલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, જોશ ટંગ.
-
Jul 11, 2026 19:42 IST
IND vs ENG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન
સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેગડે, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
-
Jul 11, 2026 19:25 IST
IND vs ENG LIVE : વૈભવ સૂર્યવંશી બહાર
ભારતની ટીમમાં બે ફેરફાર કરાયા છે. સંજુ સેમસન અને સૂર્યાંશ શેગડની વાપસી થઇ છે. જ્યારે વૈભવ સૂર્યવંશી અને વોશિંગ્ટન સુંદરને બહાર કરવામાં આવ્યા છે.
-
Jul 11, 2026 19:21 IST
IND vs ENG LIVE : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટી20 મેચમાં ભારતના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઇ રહી છે.
-
Jul 11, 2026 18:51 IST
IND vs ENG LIVE : ટોસ 7.15 કલાકે થશે અને મેચ 7.30 કલાકે શરુ થશે
ભારતીય ટીમ ટ્રાફિકમાં ફસાઇ હતી. જેના કારણે સ્ટેડિયમમાં લેટ પહોંચી હતી અને ટોસમાં વિલંબ થયો છે. ટોસ 6.30 કલાકે થવાનો હતો. જે હવે 7.15 કલાકે થશે અને મેચ 7.30 કલાકે શરુ થશે.
-
Jul 11, 2026 18:43 IST
IND vs ENG LIVE : ભારતીય ટીમ ટ્રાફિકમાં ફસાઇ, ટોસમાં વિલંબ
ભારતીય ટીમ ટ્રાફિકમાં ફસાઇ હતી. જેના કારણે નિયત સમયમાં સ્ટેડિયમ પહોંચી શકી ન હતી. જેથી ટોસમાં વિલંબ થયો છે. ટોસ 6.30 કલાકે થવાનો હતો.
-
Jul 11, 2026 18:27 IST
IND vs ENG LIVE : ટીમ ઇન્ડિયા પાસે સન્માન બચાવવાની સારી તક
છેલ્લી ત્રણ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. ત્રણેય મેચમાં ભારતની બેટિંગ નિષ્ફળ રહી છે, જેના કારણે સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલિંગ પણ સામાન્ય રહી છે. હવે શ્રેયસ પાસે અંતિમ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવાની સારી તક છે પરંતુ ઇંગ્લેન્ડને હરાવવું સરળ રહેશે નહીં.
-
Jul 11, 2026 18:21 IST
IND vs ENG LIVE : આજે ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટી20
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની અંતિમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં સાંજે 7:00 વાગ્યે રમાશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. શ્રેયસ ઐયર આ મેચમાં ક્લીન સ્વીપ ટાળવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ હાલમાં ટી20 શ્રેણીમાં 0-3 થી પાછળ છે અને શ્રેણી પહેલાથી જ ગુમાવી દીધી છે.
