ફિલ્મ ‘આવારાપન 2’ નું ટીઝર રિલીઝ, ઇમરાન હાશ્મી જૂના અંદાજમાં જોવા મળ્યો

ફિલ્મ ‘આવારાપન 2’ નું ટીઝર રિલીઝ, ઇમરાન હાશ્મી જૂના અંદાજમાં જોવા મળ્યો

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Awarapan 2 Teaser : ઇમરાન હાશ્મી અને શ્રેયા શરન સ્ટારર ફિલ્મ ‘આવારાપન 2’ના બીજા ભાગની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે હવે પુરી થવા જઇ રહી છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે અને હવે મેકર્સે ‘આવારાપન 2’ નું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં ફરી એક વખત અભિનેતાનો જૂનો અંદાજ જોવા મળી રહ્યો છે. પહેલા ભાગનું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું હતું, જ્યારે બીજા ભાગનું દિગ્દર્શન નીતિક કક્કડે કર્યું છે અને વિશેષ ભટ્ટ તેના નિર્માતા છે.

આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની સાથે અભિનેત્રી દિશા પટણી જોવા મળશે. આ ફિલ્મ 14 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવાની છે. ‘આવારાપન 2’ ના સંગીતની કમાન મિથુન અને સઈદ કાદરીએ કરી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર દર્શકોને ‘તો ફિર આઓ’ અને ‘તેરા મેરા રિશ્તા’ જેવા ગીતો સાંભળવા મળશે. 

‘આવારાપન 2’ નું ટીઝર કેવું છે?

‘આવારાપન 2’નું ટીઝર ઇમરાન હાશ્મીના પાત્રથી શરૂ થાય છે, જે બાઇક ચલાવી રહ્યો છે અને દમદાર ડાયલોગ બોલે છે કે કુછ લોગો કી કહાનીયાં ઉનકી મર્જી સે ખત્મ નહીં હોતી, ઉનકી કહાની દુસરો કે લીએ લીખી જાતી હૈ. આ પછી આવારાપનમાં શ્રેયા શરણના પાત્ર આલિયા હામિદને શ્રદ્ધાંજલિ આપતો જોવા મળે છે.

આ ટીઝરમાં દિશા પટણી, શબાના આઝમી અને ઘણા કલાકારોની ઝલક પણ બતાવવામાં આવી હતી. ટીઝરનો અંત પણ ઇમરાન હાશ્મીની લાઇન સાથે સમાપ્ત થાય છે કે ઇસ બાર યા તો યે આવારાપન ખત્મ હોગા યા મૈ.

યુઝર્સે આવી પ્રતિક્રિયા આપી

‘આવારાપન 2’નું ટીઝર જોયા બાદ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝર્સે લખ્યું તે થોડી ક્ષણો માટે મને લાગ્યું કે હું 2007 માં ફરીથી મારું જીવન જીવી રહ્યો છું. રુવાંડા ઉભો કરી નાખનાર અનુભવ. બીજાએ લખ્યું કે મેં વિચાર્યું તેના કરતાં પણ વધુ સારું ટીઝર. ત્રીજાએ લખ્યું કે ઘણા દિવસ પછી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો વાળી ફિલ્મ આવી રહી છે, તે સુપરહિટ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *