ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભારતીય જહાજો પર ડ્રોન હુમલો અસ્વીકાર્ય, હોર્મુઝથી ઇરાન કરી રહ્યું છે ડ્રોન એટેક

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું – ભારતીય જહાજો પર ડ્રોન હુમલો અસ્વીકાર્ય, હોર્મુઝથી ઇરાન કરી રહ્યું છે ડ્રોન એટેક

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Strait of Hormuz : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઇ રહેલા ભારતીય જહાજો પર કથિત ડ્રોન હુમલાને લઇને ઇરાનને ચેતવણી આપી છે.  ટ્રમ્પે પોસ્ટ કરીને લખ્યું કે ઇરાન દ્વારા ફેક ન્યૂઝમાં લીક કરવામાં આવેલી શરતો લેખિત રુપમાં થયેલા હસ્તાક્ષર સમજુતીની શરતોથી સંપૂર્ણપણે અલગ છે. જે પણ કાંઇ કહ્યું જેમાં સમજુતીને લઇને તેમનું નબળું અને દયનિય નિવેદન પણ સામેલ છે. તેની સચ્ચાઇ સાથે કોઈ લેવાદેવા નથી. તેમની સાથે સદ્ભાવનાથી વર્તન કરવા જેવી કોઈ વાત નથી. 

ટ્રમ્પે આગળ કહ્યું કે ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર તેમનો ડ્રોન હુમલો, જેને પુરી રીતે નિષ્ફળ બનાવ્યો છે,  સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેઓએ શક્ય તેટલી વહેલી તકે તેમના કાર્યોને સુધારવા પડશે.

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવાનો કરાર લગભગ નિશ્ચિત છે અને સપ્તાહના અંત સુધીમાં યુરોપમાં તેના પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તેમણે આ નિવેદન ઇરાનના તેલ ઉદ્યોગ પર કબજો લેવાની ધમકી આપ્યાના કલાકો પછી ઇરાન પર સૈન્ય હુમલાઓ બંધ કરવાની જાહેરાત કરતી વખતે કર્યું હતું.

ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરાર પર હસ્તાક્ષર કરવામાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જે આ સપ્તાહના અંતમાં યુરોપમાં યોજાવાની સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે કતર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત અને પાકિસ્તાન સહિત મધ્ય પૂર્વના ઘણા દેશોના નેતાઓ સાથે નવા રાઉન્ડની વાતચીત વિશે વાત કરી છે.

ટ્રમ્પે કહ્યું – ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા માટે સહમત

જ્યોર્જિયામાં એક વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી દીધું છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે તમે સાંભળ્યું છે કે નહીં. પરંતુ આજે અમે ઇરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કર્યું છે અને તેઓ ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવા સંમત થયા છે. તેમણે કહ્યું કે તે અમારી મુખ્ય શરત હતી અને તે જ હેતુ માટે આ બધું કરવામાં આવ્યું હતું. તેઓ કોઈ પણ સ્વરૂપમાં પરમાણુ હથિયારો ખરીદશે નહીં, વિકસાવશે નહીં અથવા તેમની પાસે રહેશે નહીં. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *