Share Market Crash: સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને ₹ 6.5 લાખ કરોડનું નુકસાન

Share Market Crash: સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને ₹ 6.5 લાખ કરોડનું નુકસાન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information As we speak Lighlight In Gujarati : શેરબજારમાં ભારે વેચવાલીના પગલે સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 719 પોઇન્ટ ઘટી 73524 અને નિફ્ટી 244 પોઇન્ટ ઘટી 23123 બંધ થયો છે. આજે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રોફિટ બુકિંગનું દબાણ હતું. મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધનું તણાવ વધતા દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે. આજે શેરબજારના રોકાણકારોને ₹ 6.5 લાખ કરોડનું નુકસાન થયું છે. 

મધ્ય એશિયામાં તણાવથી શેરબજારોમાં કડાકો બોલાયો છે. આજે સેન્સેકસ 822 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 286 પોઇન્ટ ઘટીને 23,080 ખુલ્યો હતો. શેરબજારમાં ચારે બાજુ વેચવાલીનું દબાણ છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલ ફરી ઉછળ્યું છે.

ઈન્ફોસિસ શેર દીઠ ₹ 25 ડિવિડન્ડ આપશે, આ સપ્તાહે રેકોર્ડ ડેટ

ઈન્ફોસિસ નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ 25 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે. તેની માટે 10 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ તારીખ સુધીમાં જે શેરધારકો પાસે ઇન્ફોસિસના શેર હશે તેમને ડિવિડન્ડ મળશે. અલબત્ત 23 જૂને યોજાનાર વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકો પાસેથી મંજૂરી મેળવશે અને ત્યારબાદ 25 જૂને પેમેન્ટ થશે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શેર 1.1 ટકા ઘટીને 1,183 ખુલ્યો હતો.

કેનેરા બેંકને ₹ 41.8 લાખ દંડ ફટકાર્યો

RBI એ  કેનેરા બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ 41.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 31 માર્ચ 2025 સુધી બેંકની નાણાકીય સ્થિતિ મુજબ બેંકની સુપરવાઇઝરી ઇવેલ્યૂશન (ISE 2025) બાદ આરબીઆઈએ નોંધ્યું કે, કેનેરા બેંકે નિર્ધારિત સમયમાં અમુક કસ્ટમર્સના KYC રેકોર્ડ સેન્ટ્રલ KYC રેકોર્ડસ રજિસ્ટ્રીમાં અપલોડ કર્યા નથી. બેંકે અમુક ખાતાને ઇ ઓપરેટિવ દેખાડ્યા હતા, જ્યારે આવા એકાઉન્ટમાં ખાતાધારક દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શન એક વર્ષ કરતા ઓછા જૂના હતા. 

  • Jun 08, 2026 16:02 IST

    શેરબજારના રોકાણકારોન ₹ 6.5 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં ભારે પ્રોફિટ બુકિંગથી બીએસઇના 1249 શેર વધીને જ્યારે 3118 શેર ઘટીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી. આજે બીએસઇ માર્કેટકેપ 6.5 લાખ કરોડ રૂપિયા ઘટીને 455.09 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે પાછલા શુક્રવારે 461.59 લાખ કરોડ રૂપિયા હતી. 

  • Jun 08, 2026 16:00 IST

    સેન્સેક્સ ટોપ 5 લૂઝર શેર

    શેરબજારમાં વેચવાલથી સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 23 શેર ઘટ્યા હતા. ટોપ 5 લુઝર શેરમાં ઇટરનલ સવા 3ટકા, ઇન્ડિગો 2.6 ટકા, મહિન્દ્રા 2.5 ટકા, રિલાયન્સ 2.1 ટકા અને ટીસીએસ 2.1 ટકા તૂટ્યા હતા. તો એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સના 41 શેર ઘટ્યા હતા.

  • Jun 08, 2026 15:58 IST

    મુથૂટ ફાઇનાન્સ શેર 8 મહિનાને તળિયે, રાજેશ એક્સપોર્ટ્સ 5 ટકા તૂટ્યો

    મુથૂટ ફાઈનાન્સનો શેર 6 ટકા ઘટી 2955.85 રૂપિયા બંધ થયો છે. બીએસઇ પર મુથૂટ ફાઈનાન્સનો શેર 3109 રૂપિયા ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના ભારે દબાણથી શેર ઘટીને 2,954.25 રૂપિયા સુધી બોલાયો હતો, જે 8 મહિનાનો સૌથી નીચો ભાવ છે. રાજેશ એક્સપોર્ટ્સ 5 ટકા ઘટીને 94.50 રૂપિયા બંધ થયો છે. છેલ્લા એક સપ્તાહથી રાજેશ એક્સપોર્ટ્સ શેર સતત ઘટી રહ્યો છે.

  • Jun 08, 2026 15:50 IST

    સેન્સેક્સ 719 પોઇન્ટ ધડામ, નિફ્ટી 244 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં ભારે વેચવાલીના પગલે સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 719 પોઇન્ટ ઘટી 73524 અને નિફ્ટી 244 પોઇન્ટ ઘટી 23123 બંધ થયો છે. આજે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રોફિટ બુકિંગનું દબાણ હતું. મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધનું તણાવ વધતા દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે.

  • Jun 08, 2026 12:09 IST

    IPO This Week : અઠવાડિયામાં માત્ર 1 આઈપીઓ ખુલશે અને 5 કંપનીનું શેર લિસ્ટિંગ  

    શેરબજારમાં નરમાઇની અસર IPO માર્કેટમાં પણ જોવા મળી રહી છે.  8 જૂનથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં માત્ર એક જ IPO ખૂલી રહ્યો છે અન તે પણ SME. જો કે પાછલા અઠવાડિયે ખુલેલા 4 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે પણ તક મળશે, જેમા 1 મેનબોર્ડ સેગમેન્ટનો છે. શેરબજારમાં નવી લિસ્ટિંગની વાત કરીયે તો નવા અઠવાડિયામાં 6 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે, જેમા 2 કંપનીઓ મેનબોર્ડ સેગમેન્ટની છે. વધુ વાંચવા ક્લિક કરો

  • Jun 08, 2026 09:34 IST

    કેનેરા બેંકને ₹ 41.8 લાખ દંડ ફટકાર્યો

    RBI એ  કેનેરા બેંકને નિયમોનું પાલન ન કરવા બદલ 41.8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 31 માર્ચ 2025 સુધી બેંકની નાણાકીય સ્થિતિ મુજબ બેંકની સુપરવાઇઝરી ઇવેલ્યૂશન (ISE 2025) બાદ આરબીઆઈએ નોંધ્યું કે, કેનેરા બેંકે નિર્ધારિત સમયમાં અમુક કસ્ટમર્સના KYC રેકોર્ડ સેન્ટ્રલ KYC રેકોર્ડસ રજિસ્ટ્રીમાં અપલોડ કર્યા નથી. બેંકે અમુક ખાતાને ઇ ઓપરેટિવ દેખાડ્યા હતા, જ્યારે આવા એકાઉન્ટમાં ખાતાધારક દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શન એક વર્ષ કરતા ઓછા જૂના હતા. 

  • Jun 08, 2026 09:33 IST

    ઈન્ફોસિસ શેર દીઠ ₹ 25 ડિવિડન્ડ આપશે, આ સપ્તાહે રેકોર્ડ ડેટ

    ઈન્ફોસિસ નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ 25 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ આપવાની છે. તેની માટે 10 જૂન રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ તારીખ સુધીમાં જે શેરધારકો પાસે ઇન્ફોસિસના શેર હશે તેમને ડિવિડન્ડ મળશે. અલબત્ત 23 જૂને યોજાનાર વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકો પાસેથી મંજૂરી મેળવશે અને ત્યારબાદ 25 જૂને પેમેન્ટ થશે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શેર 1.1 ટકા ઘટીને 1,183 ખુલ્યો હતો.

  • Jun 08, 2026 09:33 IST

    સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, શેરબજારમાં ચારે બાજુ વેચવાલી

    મધ્ય એશિયામાં તણાવથી શેરબજારોમાં કડાકો બોલાયો છે. આજે સેન્સેકસ 822 પોઇન્ટના કડાકા સાથે ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 286 પોઇન્ટ ઘટીને 23,080 ખુલ્યો હતો. શેરબજારમાં ચારે બાજુ વેચવાલીનું દબાણ છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલ ફરી ઉછળ્યું છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *