Low cost Locations to Go to : પ્રવાસ કરવો બધાને જ ગમે છે. સમય મળતા જ દરેક વ્યક્તિએ ક્યાંકને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવે છે. આનાથી તમે રોજીંદા કામમાંથી ફ્રેશનેશ અનુભવ છો. કોલેજ જતા વિદ્યાર્થીઓ કે ઓછા પગારવાળા લોકો ઘણી વાર એવું કહેતા સાંભળવા મળે છે કે પ્રવાસનો ખર્ચ કરવા માટે ઘણા પૈસા નથી. જોકે અહીં અમે તમારા માટે આવી જ કેટલીક જગ્યાઓ વિશે માહિતી લાવ્યા છીએ. જ્યાં ઓછા ખર્ચમાં ફરવા જઇ શકો છો.
માઉન્ટ આબુ
માઉન્ટ આબુ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુમાં શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસું બારેય માસ ફરવા લાયક શ્રેષ્ઠ સ્થળ છે. માઉન્ટ આબુમાં ગુરુ શિખર, સન સેટ પોઇન્ટ, અર્બુદા મંદિર, જૈન દેરાસર, નકી તળાવ, સહિત ઘણા જોવા લાયક સ્થળ છે. માઉન્ટ આબુ નજીક સુંધા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
ઉદયપુર
ઉદયપુર રાજસ્થાનનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, જેને વ્હાઇટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ઉદયપુરના જોવાલાયક પ્રખ્યાત સ્થળોમાં ઉદયપુર સિટી પેલેસ, સહેલી બાગ, ચેતક ગાર્ડન, સજ્જનગઢ, ફતેહ સાગર તળાવ, પિંચોલા લેક સહિત ઘણા ઐતિહાસિક સ્થળો છે. રેલ અને રોડ માર્ગે સરળતાથી ઉદયપુર પહોંચી શકાય છે. બારે માસ ફરવા લાયક ઉદયપુરમાં તમે 5000 સુધીના બજેટમાં સરળતાથી 3 થી 5 દિવસ ફરી શકો છો. ઉદયપુર નજીક એકલિંગજી મંદિર પણ દર્શનિય સ્થળ છે. એક વાત ધ્યાનમાં રાખવી કે ઉદયપુરમાં ઐતિહાસિક સ્થળો જોવા માટે પ્રવેશ ટિકિટ ખરીદવી પડે છે.
ઋષિકેશ
જો તમે ઓછા બજેટમાં વીકેન્ડ પર ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે ઋષિકેશ જઈ શકો છો. અહીં તમને પ્રાકૃતિક સુંદરતાની સાથે એડવેન્ચર એક્ટિવિટી કરવાની તક મળશે. નદી ઉપરાંત પર્વતો, મંદિરો અને આશ્રમોની પણ મુલાકાત લઈ શકાય છે. બસ કે ટ્રેન દ્વારા ઓછા ખર્ચે પહોંચી શકાય છે. રહેવા માટે ઓછા બજેટમાં તમને ઘણા વિકલ્પો પણ મળશે.
હાથ પરની કરચલીઓ ઘટાડવા અને ભેજ જાળવી રાખવા માટે આ આદતોનું પાલન કરો
કાસોલ
હિમાચલનું પ્રદેશ એક ગામ કાસોલ પણ ફરવા લાયક સ્થળ છે. અહીં તમે મિત્રો સાથે વીકેન્ડ ટ્રિપ પ્લાન કરી શકો છો. અહીંની પ્રાકૃતિક સુંદરતા કમાલની છે. એટલું જ નહીં અહીં મિત્રો સાથે ટ્રેકિંગ પણ કરી શકો છો. ખાણીપીણી માટે અહીં વેરાયટી પણ ઉપલબ્ધ છે.
વારાણસી
તમે યુપીના વારાણસી પણ જઈ શકો છો. અહીં તમે ગંગા આરતી જોઈ શકો છો. આ ઉપરાંત તમે અહીં ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો. અહીં સુધી પહોંચવું પણ ખૂબ જ સરળ છે. તમે અહીં બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. અહીં રહેવા માટે તમને માત્ર 300 રૂપિયામાં રુમ મળશે.
