Gujarat Information: મહેસાણા ભાજપમાં હડકંપ : ઓડિયો ક્લિપથી આંતરિક જૂથવાદ ચરમસીમાએ

Gujarat Information: મહેસાણા ભાજપમાં હડકંપ : ઓડિયો ક્લિપથી આંતરિક જૂથવાદ ચરમસીમાએ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Politics Information : ગુજરાતના રાજકારણમાં મહેસણા જિલ્લામાં આતંરિક જૂથવાદે ભાજપની શિસ્તાના લીરેલીરા ઉડાડ્યા છે. એક પછી એક સ્થાનિક ભાજપ નેતાઓ સામસામે આક્ષેપો કરી પોતાના જ પક્ષના નેતાઓની રાજકીય કારકિર્દી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમા ગુજરાતના પૂર્વ નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે સ્થાનિક કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનો વીડિયો અને સાંસદ મયંક નાયકને ‘ઝીરો’ કહેનાર નેતા પિન્ટુની ઓડિયો ક્લિપ અને હવે વિજાપુરના ભાજપના ધારાસભ્ય સીજે ચાડવાની કથિત ઓડિયો ક્લિપ બાદ મહેસાણા ભાજપમાં આતંરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. 

કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યો, મને ₹ બે કરોડ આપ્યા હતા : સીજે ચાવડા

મહેસાણા જીલ્લાના  વિજાપુર તાલુકાના ભાજપના ધારાસભ્ય સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતા મોટો વિવાદ થયો છે. આ ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય કબૂલી રહ્યાં છે કે, ‘જ્યારે હું વિધાનસભા ચૂંટણી લડ્યો હતો, ત્યારે કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યો હતો એટલે મને બે કરોડ આપ્યા હતા. માત્ર પક્ષ પલટો કરવા નહીં પણ ચૂંટણી લડવા માટે પણ કરોડો રૂપિયાનું ફંડિંગ આપવામાં આવી રહ્યું છે.’ આ નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે.

નીતિન પટેલે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઉભું કર્યું : ચંદ્રકાંત પટેલની ઓડિયો ક્લિપ

મહેસાણાના કોર્પોરેટ ચંદ્રકાંત પટેલના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેની ઓડિયો ક્લિપથી વિવાદ ઉભો થયો છે. આ કથિત ઓડિયો ક્લિપમાં કોર્પોરેટ કહી રહ્યા છે કે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજકીય કારકિર્દી પતાવી દીધી છે, તેમણે જ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઉભું કર્યું હતું. આ ઓડિયો ક્લિપ મામલે નીતિન પટેલે મહેસાણા ભાજપના પદાધિકારીઓને ફરિયાદ કરી છે અને શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

સાંસદ મયંક નાયકને ‘ઝીરો’ કહેનાર ભાજપ નેતા પિન્ટુ પટેલે માફી માંગી

મહેસાણાના ભાજપ સાંસદ મયંક નાયકને ઝીરો કહેનાર સ્થાનિક ભાજપ નેતા પિન્ટુ પટેલે જાહેરમાં માફી માંગી છે. થોડાક દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમા મહેસાણાના ભાજપ નેતા પિન્ટુ પટેલ અન્ય કોઇ વ્યક્તિને ફોન પર કહી રહ્યા હતા કે, મહેસાણાના સાંસદ મયંક નાયક મારા માટે ઝીરો છે. જો તેમનામાં તાકાત હોય તો મોરટી દેવુના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ બનીને દેખાડે. જો તેમ થાય તો પોતે સો રૂપિયાના સ્ટેમ્પ પર લખીને રાજકારણ છોડી દેવા સુધીની વાત કરી હતી. પિન્ટુ પટેલે અન્ય સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો વિશે પણ બળાપો કાઢ્યો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *