Tamil Nadu Authorities Formation LIVE: Vijay Oath Ceremony Immediately : ટીવીકે પ્રમુખ જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. તામિલનાડુમાં સરકાર બનાવવા માટે જરૂરી 120થી વધુ ધારાસભ્યોનું સમર્થન મળ્યા બાદ ટીવીકે નેતા તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને મળવા લોકભવન ગયા હતા.
રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન જોસેફ વિજયે વીસીકે અને આઈયુએમએલ પક્ષો તરફથી સમર્થનનો પત્ર રજૂ કર્યા હતા. વિજયે બહુમતના આધારે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ અગાઉ શનિવારે સાંજે તામિલનાડુમાં કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીએમ બાદ વીસીકે અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ)એ પણ ટીવીકેને સમર્થનની જાહેરાત કરી હતી.
લોકભવનથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રાજ્યપાલે વિજયને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો અને તેમને કેબિનેટની રચના માટે આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલે વિજયને 13 મેના રોજ અથવા તે પહેલાં વિધાનસભામાં વિશ્વાસ મત જીતવા નિર્દેશ આપ્યો હતો.
-
Might 10, 2026 08:35 IST
વિજયના શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજર રહેશે
વિજય થલાપતિના શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર રહેવાના છે. તેઓ તમિલનાડુ આવવા માટે રવાના થઇ ગયા છે.
#WATCH दिल्ली: लोकसभा में विपक्ष के नेता राहुल गांधी तमिलनाडु जाने के लिए अपने घर से रवाना हुए।
वे आज चेन्नई में तमिलनाडु के मनोनीत मुख्यमंत्री विजय के शपथ ग्रहण समारोह में शामिल होंगे। pic.twitter.com/5LCRD2qR60
— ANI_HindiNews (@AHindinews) May 9, 2026
-
Might 10, 2026 08:33 IST
મને ખુશી છે, મારો પુત્ર તમિલનાડુ CM પદના શપથ લેશે : વિજયના પિતા
ટીવીકે પ્રમુખ અને મુખ્યમંત્રી ડેજિગ્રેન્ટ જોસેફ વિજયના પિતા અને ફિલ્મ ડિરેક્ટર એસ.એસ. ચંદ્રશેખરે કહ્યું કે, મને ખુશી છે. અમે સમારોહમાં જવાના છીએ. મને ખુશી છે કે મારો પુત્ર તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લેવાનો છે.
#WATCH चेन्नई, तमिलनाडु: TVK चीफ और मुख्यमंत्री-डेजिग्नेट विजय के पिता और डायरेक्टर एसए चंद्रशेखर ने कहा, “मैं बहुत खुश हूं। हम फंक्शन में जा रहे हैं। मुझे खुशी होगी कि मेरा बेटा तमिलनाडु के मुख्यमंत्री के तौर पर शपथ लेने जा रहा है।” pic.twitter.com/q9diRwtUDf
— ANI_HindiNews (@AHindinews) May 10, 2026
-
Might 10, 2026 08:31 IST
જોસેફ વિજય અને રાહુલ ગાંધીની મિત્રતા, TVK – કોંગ્રેસ ગઠબંધનનું કારણ
તામિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આ પછી કોંગ્રેસે અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. કેટલાક લોકોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ આ ખાસ આશ્ચર્યજનક નથી. આનું સૌથી મોટું કારણ રાહુલ ગાંધી અને જોસેફ વચ્ચેની 17 વર્ષ જૂની મિત્રતાનો સંબંધ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
-
Might 10, 2026 08:30 IST
TVKના 93 નેતાઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા, 40 સામે કેસ, જાણો વિજય થલાપતિ કેટલું ભણેલા છે?
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે પાર્ટીની ભવ્ય જીત બાદ અભિનેતા માંથી રાજકારણી બનેલા જોસેફ વિજય રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે. રાજ્યપાલે રવિવારે તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે. ટીવીકેના 108 ધારાસભ્યોને કોંગ્રેસ, વીસીકે, ડાબેરી અને મુસ્લિમ લીગ (આઈયુએમએલ)નું સમર્થન છે, જે સાથે કુલ ધારાસભ્યોની સંખ્યા 121 થઈ ગઈ છે. 234 સભ્યોની વિધાનસભામાં 118 બહુમતી છે. હવે બધાની નજર કેબિનેટ મંત્રીઓ અને ટીવીકેની આગેવાની હેઠળની સરકાર પર રહેશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
-
Might 10, 2026 08:29 IST
વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લેશે
ટીવીકે પ્રમુખ જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. તામિલનાડુમાં સરકાર બનાવવા માટે જરૂરી 120થી વધુ ધારાસભ્યોનું સમર્થન મળ્યા બાદ ટીવીકે નેતા તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરને મળવા લોકભવન ગયા હતા.
