Gujarat Native Elections 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સેલિબ્રિટી ઉમેદવારો જીત્યા કે હાર્યા, જાણો

Gujarat Native Elections 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સેલિબ્રિટી ઉમેદવારો જીત્યા કે હાર્યા, જાણો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Native Physique Election 2026 Star Candidates Outcomes: સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં ઘણી સેલિબ્રિટી ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પ્રખ્યાત લોકગાયિકા રાજલ બારોટ, સિંગર નેહા સુથાર, માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેર અને સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારનો સમાવેશ થાય છે. આ સેલિબ્રિટી ઉમેદવારો જીત્યા કે હાર્યા તેના પર નજર કરીએ.

માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરનો પરાજય

માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરે અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. મતગણતરીના દિવસે તેમને મોટો ફટકો પડ્યો છે. ચાવંડ બેઠક પરથી તેમનો કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેર સામે પરાજય થયો છે.

રાજલ બારોટનો વિજય

ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા રાજલ બારોટનો વિજય થયો છે. રાજલ બારોટને ભાજપે ટિકિટ આપી હતી.  રાજલ ઉના નગરપાલિકા વોર્ડ નં.7 ના ભાજપના ઉમેદવાર હતા. રાજલ બારોટ ને 2313 મત મળતા ભવ્ય વિજય થયો છે.

લોકગાયિકા નેહા સુથારનો વિજય

લોકગાયિકા નેહા સુથારે વિજાપુર તાલુકાપંચાયતની ફુદેડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.  નેહા સુથારનો ભવ્ય વિજય થયો છે.  નેહાનો 1390થી વધુ મતોથી વિજય થયો છે.

સોશિયલ સ્ટાર અંકિતા પરમારની જીત

સોશિયલ સ્ટાર અંકિતા પરમારનો વડોદરાની પોર બેઠક પરથી વિજય થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *