IPL 2026 Delhi Capitals vs Royal Challengers Bengaluru, DC vs RCB LIVE Rating: આઈપીએલ 2026 ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સે 2.1 ઓવરમાં 4 વિકેટે 7 રન બનાવી લીધા છે. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : કેએલ રાહુલ, સાહિલ પરખ, નીતિશ રાણા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન, કાયલે જેમિસન.
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.
-
Apr 27, 2026 19:31 IST
DC vs RCB LIVE : રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.
-
Apr 27, 2026 19:09 IST
DC vs RCB LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, સાહિલ પરખ, નીતિશ રાણા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન, કાયલે જેમિસન.
-
Apr 27, 2026 19:04 IST
DC vs RCB LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 39મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 27, 2026 18:46 IST
DC vs RCB LIVE : આરસીબી હિસાબ બરાબર કરવા માટે સજ્જ
આ સિઝનમાં પહેલા રમાયેલા મુકાબલામાં દિલ્હીએ આરસીબીને 6 વિકેટથી હરાવ્યું હતું. તેથી આરસીબી સામે હવે હિસાબ બરાબર કરવાનો પડકાર રહેશે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી આરસીબીએ અત્યાર સુધીની તેની સાત મેચમાંથી 5 મેચ જીતી છે અને 2 માં પરાજય થયો છે. બીજી તરફ સાતમાં સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સે તેની 7 મેચમાંથી 3 જીતી છે અને 4 મેચમાં પરાજય થયો છે.
-
Apr 27, 2026 18:27 IST
DC vs RCB LIVE : આજે દિલ્હી વિ આરસીબી વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની 39મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
