AC Fuel Laak: AC માંથી ગેસ લિકેજ થાય છે? આ 5 રીતે જાતે ચેક કરો

AC Fuel Laak: AC માંથી ગેસ લિકેજ થાય છે? આ 5 રીતે જાતે ચેક કરો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Verify AC Fuel Stage at Residence: ઉનાળામાં ભયંકર ગરમી પડવાની શરૂ થઇ ગઇ છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘર, ઓફિસમાં એસીનો ઉપયોગ થાય છે. ઘણી વખત લાંબા સમય ચલાવ્યા બાદ પણ AC બરાબર કુલિંગ આપતું નથી. મોટાભાગના લોકો એસી સર્વિસ કરનાર વ્યક્તિને બોલાવે છે, જે બરાબર ચેક કર્યા વગર જ ACમાં ગેસ રિલિફના નામે વધારે પૈસા વસૂલે છે. આવી સ્થિતિમાં તમે અમુક ટ્રિક્સ અપનાવી AC માંથી ગેસ લિકેજ થાય છે કે નહીં તે સરળતાથી જાણી શકાય છે.  

AC કુલિંગ પર ધ્યાન આપો

સૌથી પહેલા તમારા એર કન્ડિશનિંગના કુલિંગ પર ધ્યાન આપો. જો લાંબા સમય સુધી ચલાવ્યા બાદ એસી કુલિંગ આપતું નથી તો આવું ગેસ ઓછો હોવાના કારણે થઇ શકે છે. જો કે ક્યારેક ગંદા ફિલ્ટર કે થર્મોસ્ટેટ ખરાબ હોય તો કુલિંગ બરાબર આપતું નથી. આવી સ્થિતિમાં એસીના આગળના પાર્ટ્સની તપાસ કરવી જરૂરી છે.

AC ની પાઇપલાઇન ચેક કરો

એસીના ઇનડોર અને આઉટડોર યુનિટને જોડતી પાઇપલાઇન ચેક કરો. જો તેના પર બરફ જામેલું હોય તો તે ગેસ ઓછો કે ગેસ લિકેજ હોવાના સંકેત હોઇ શકે છે. જો ગેસ ઓછો હશે તો પ્રેશર ઘટશે, જેનાથી પાઇપલાઇન પર ભેજ જામીને બરફ બની જાય છે.

AC ના અવાજ પર ધ્યાન આપો

એસી ચલાવતી વખતે બબલિંગ જેવો અવાજ સંભળાય અથવા કોમ્પ્રેસર વારંવાર ચાલુ બંધ થતું હોય તો તે ગેસ ઓછો હોવાના સંકેત છે. તેને નજરઅંદાજ કરવા નહીં.

થર્મામીટર થી તપાસ કરો

જો આ બધું ચેક કર્યા બાદ પણ ન સમજાય તો એક ડિજિટલ થર્મોમીટર AC સામે મૂકો. જો 10 – 15 મિનિટ બાદ હવાનું તાપમાન 16–18°C જેટલું ન થાય તો આવું ACમાં ગેસ ઓછો હોવાના કારણે થઇ શકે છે.

લાઇટ બીલ અને કુલિંગ ટાઇમ 

જો તમારું એસી પહેલાથી ઓછું કુલિંગ આપે છે અને અચાનક વીજળીનું બીલ વધી જાય તો ધ્યાન આપો. આવું એસીમાં ગેસ ઓછો થવાના કારણે થઇ શકે છે. ગેસ ઓછો હોય ત્યારે ACને વધારે મહેનત કરવી પડે છે, જેનાથી વીજળીનો વપરાશ વધી જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *