IPL 2026 Royal Challengers Bengaluru vs Gujarat Titans Scorecard, RCB vs GT LIVE Rating: આઈપીએલ 2026 ની 34મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 205 રન બનાવી લીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 206 રનનો પડકાર મળ્યો છે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
-
Apr 24, 2026 21:12 IST
RCB vs GT LIVE : સાઇ સુદર્શન 100 રને આઉટ
સાઇ સુદર્શન 58 બોલમાં 11 ફોર અને 5 સિક્સર સાથે 100 રને હેઝલવુડની ઓવરમાં કેચ આઉટ થયો. જોશ બટલર 16 બોલમાં 2 ફોર અન 1 સિક્સર સાથે 25 રને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો. ગુજરાતે 177 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Apr 24, 2026 20:42 IST
RCB vs GT LIVE : સુદર્શનની સદી
સાંઇ સુદર્શને 57 બોલમાં 11 ફોર અને 5 સિક્સર સાથે સદી ફટકારી. ગુજરાતે 14.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-
Apr 24, 2026 20:31 IST
RCB vs GT LIVE : શુભમન ગિલ 32 રને આઉટ
શુભમન ગિલ 24 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 32 રને સુયશ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 128 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 24, 2026 20:24 IST
RCB vs GT LIVE : ગુજરાતના 100 રન
ગુજરાત ટાઇટન્સે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. સાઇ સુદર્શન અને શુભમન ગિલ રમતમાં છે.
-
Apr 24, 2026 20:04 IST
RCB vs GT LIVE : સુદર્શનની અડધી સદી
સાઇ સુદર્શને 33 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Apr 24, 2026 19:20 IST
RCB vs GT LIVE : રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર.
-
Apr 24, 2026 19:10 IST
RCB vs GT LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
-
Apr 24, 2026 19:05 IST
RCB vs GT LIVE : આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 34મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 24, 2026 18:13 IST
RCB vs GT LIVE : આરસીબી ત્રીજા સ્થાને, ગુજરાત સાતમાં સ્થાને
આરસીબી હાલમાં સારી સ્થિતિમાં છે, આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ગુજરાત સામેની જીત તેમને બીજા સ્થાને પહોંચાડી શકે છે. બીજી તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો તેમણે 6 મેચમાંથી ત્રણ મેચ જીતી છે અને 6 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. ગુજરાતને તેની સ્થિતિ મજબૂત કરવા માટે જીતની જરૂર છે.
-
Apr 24, 2026 17:50 IST
RCB vs GT LIVE : આજે બેંગ્લોર વિ ગુજરાત વચ્ચે મેચ
નમસ્કાર, ક્રિકેટના લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે. આઈપીએલ 2026ની 34મી લીગ મેચમાં આરસીબી અને ગુજરાત વચ્ચે મુકાબલો થશે. આ મેચ RCB ના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. અમે તમને મેચ સાથે જોડાયેલી તમામ માહિતી બ્લોગ દ્વારા કરીશું.
