Iran-US-Israel Warfare Information Updates : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઇ છે. પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ આ વાતચીત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આ માહિતી આપી હતી. આ વર્ષે આ ત્રીજી વખત છે જ્યારે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર વાતચીત કરી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી બીજી વખત બન્ને વચ્ચે વાતચીત થઇ છે.
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે માહિતી આપી
અમેરિકી રાજદૂતે જણાવ્યું કે ટ્રમ્પે પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી, જેમાં ઈરાની પોર્ટ પર અમેરિકા દ્વારા નાકાબંધી પણ સામેલ છે. અમેરિકી રાજદૂતે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ઊર્જા ક્ષેત્ર સહિત કેટલાક મોટા કરાર થવાની અપેક્ષા છે. સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે તે એ જણાવવા માંગે છે કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકી રાજદૂતે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને સતત અપડેટ કરતા રહે છે.
આ વાતચીત પછી પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે વિવિધ ક્ષેત્રોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં આપણી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ઉપર પણ ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો.
Obtained a name from my good friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in numerous sectors. We’re dedicated to additional strengthening our Complete International Strategic Partnership in all areas. We additionally mentioned the…
— Narendra Modi (@narendramodi) April 14, 2026
આ વર્ષમાં અત્યાર સુધી બન્ને નેતા વચ્ચે ત્રણ વાતચીત
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે પ્રથમ વખત 2 ફેબ્રુઆરીએ વાત કરી હતી. આ સમયગાળા દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટ્રેડ ડિલ પર ચર્ચા થઇ હતી. ત્યારબાદ 24 માર્ચે તેઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછીના પ્રથમ ફોન કોલમાં પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત કરવાને સમર્થન આપ્યું.
હોર્મુઝ બ્લોક કરવાની ટ્રમ્પની ધમકી પર ઈરાને કહ્યું – જો અમારા પોર્ટ ખતરામાં પડ્યા તો ખાડીનું કોઈ પોર્ટ સુરક્ષિત રહેશે નહીં
ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત નિષ્ફળ ગઈ
ઈરાન અને અમેરિકા વચ્ચે હાલમાં સીઝફાયર ચાલુ છે. આ દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બંને વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ હતી. જોકે લગભગ 21 કલાકની ચર્ચા છતાં કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી. આ પછી યુએસ પ્રમુખ ટ્રમ્પ ઈરાનને નષ્ટ કરવાની ધમકી આપી રહ્યા છે. દરમિયાન એવા અહેવાલો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ ખૂબ જ ટૂંક સમયમાં થઈ શકે છે.
