હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી રશિયાને થયો મોટો ફાયદો, એપ્રિલમાં તેલની આવક 9 અબજ ડોલર સુધી પહોંચી

હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી રશિયાને થયો મોટો ફાયદો, એપ્રિલમાં તેલની આવક 9 અબજ ડોલર સુધી પહોંચી

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Strait of Hormuz : અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાને કારણે તેલ અને ગેસની કટોકટીથી રશિયાને ઘણો ફાયદો થયો છે. રશિયાને સૌથી મોટા સિંગલ ઓઇલ ટેક્સથી પ્રાપ્ત થતી આવક એપ્રિલમાં ડબલ થઈને 9 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. રોઇટર્સે તેની ગણતરીઓથી આ આશા વ્યક્ત કરી છે.

રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ નિકાસકાર છે. જેને ઈરાન યુદ્ધથી અણધાર્યા ફાયદા થવાનો અંદાજ છે. તેલ વેપારીઓનું કહેવું છે કે યુદ્ધને કારણે તાજેતરના ઇતિહાસમાં સૌથી ગંભીર ઊર્જા કટોકટી સર્જાઈ છે.

ઇરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધું છે

ફેબ્રુઆરીના અંતમાં યુએસ અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હવાઈ હુમલા કર્યા પછી ઇરાને હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કરી દીધી હતી, જે વૈશ્વિક તેલ અને એલએનજી પ્રવાહના લગભગ પાંચમા ભાગનો માર્ગ છે. જેના કારણે બ્રેન્ટ વાયદાની કિંમત 100 ડોલર પ્રતિ બેરલથી ઘણી ઉપર પહોંચી ગઈ હતી.

રશિયાની સૌથી મોટી આવક તેલ અને ગેસ ઉદ્યોગમાંથી આવે છે. આ ઉદ્યોગમાં વર્ષોથી ચાલી રહેલા કર સુધારા હેઠળ, જેને વ્યાપક ટેક્સ રણનીતિ કહેવામાં આવે છે. 2024ની શરૂઆતથી ક્રૂડ ઓઇલ પરની નિકાસ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે.

આવક ગયા વર્ષના એપ્રિલ કરતા લગભગ 10 ટકા વધારે છે

પ્રારંભિક ઉત્પાદન ડેટા અને તેલના ભાવોના આધારે રોઇટર્સ દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ રશિયામાં તેલના ઉત્પાદન પરનો ખનિજ નિષ્કાલ કર એપ્રિલમાં લગભગ 700 અબજ રુબેલ્સ (9 અબજ ડોલર) થઇ જશે, જે માર્ચમાં 327 અબજ રુબેલ્સ હતો. આ આવક ગયા વર્ષના એપ્રિલ કરતા લગભગ 10 ટકા વધારે છે. રશિયાએ આખા વર્ષ 2026 માટે ખનિજ નિષ્કર્ષણ કરમાંથી 7.9 ટ્રિલિયન રુબેલનું બજેટ નક્કી કર્યું છે.

અર્થવ્યવસ્થા મંત્રાલયના ડેટા અનુસાર કરવેરા માટે ઉપયોગમાં લેવાતા રશિયાના યુરલ્સ ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત માર્ચમાં વધીને 77 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, જે ઓક્ટોબર 2023 પછીનું સૌથી વધુ સ્તર છે. તે ફેબ્રુઆરીના 44.59 ડોલર પ્રતિ બેરલ કરતા 73% વધુ હતું અને આ વર્ષના રાજ્ય બજેટમાં અંદાજિત 59 ડોલરના સ્તરથી વધુ હતું.

ક્રેમલિને મંગળવારે કહ્યું હતું કે ગંભીર વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે જેણે તેલ અને ગેસ બજારોના પાયાને હચમચાવી નાખ્યો છે. વિવિધ સ્થળોએથી રશિયન એનર્જી માટે મોટી સંખ્યામાં વિનંતીઓ પ્રાપ્ત થઈ છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *