US-Iran Warfare Ceasefire : અમેરિકા-ઈરાન સીઝફાયર પહેલા મંગળવારે પાકિસ્તાની વડા પ્રધાને X પર જે પોસ્ટ કર્યું હતું તેની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલયને પહેલાથી હતી. વ્હાઇટ હાઉસની મંજૂરી મળ્યા પછી જ પાકિસ્તાનના પીએમે આ પોસ્ટ X પર કરી હતી. અમેરિકા સ્થિત ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)ના રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. આનાથી એ પ્રશ્ન ઉભો થયો કે શું વોશિંગ્ટને યુદ્ધવિરામની જાહેરાત કરતા પહેલા ઇસ્લામાબાદનો સંકેત તરીકે ઉપયોગ કર્યો હતો.
વ્હાઇટ હાઉસે શરીફની પોસ્ટને પહેલા જ મંજૂરી આપી દીધી હતી
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વ્હાઇટ હાઉસે શરીફની તે સોશિયલ મીડિયા પોસ્ટને પહેલા જ મંજૂરી આપી દીધી હતી. તે પછી જ તેમણે તેને એક્સ પર પોસ્ટ કરી હતી. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે પડદા પાછળના રાજદ્વારી પ્રયાસો ઘણા આગળ વધ્યા હતા.
શાહબાઝ શરીફે મંગળવારે X પર પોસ્ટ કર્યું હતું કે ફૂટનીતિ સ્થિર, મજબૂત અને શક્તિશાળી રીતે આગળ વધી રહી છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી હતી કે તેઓ ઈરાન માટે નક્કી કરેલી ડેડલાઇન બે અઠવાડિયા વધારે દે. આ પોસ્ટમાં શરીફે ટ્રમ્પ અને તેમના મુખ્ય સહયોગીઓને પણ ટેગ કર્યા હતા.
સીઝફાયર પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું – સ્થિતિ હજુ પણ નાજુક, વાતચીતને લઇને ટ્રમ્પ ઉત્સુક
રિપોર્ટ અનુસાર વ્હાઇટ હાઉસ દ્વારા આ નિવેદન પોસ્ટ કરવામાં આવે તે પહેલાં જ જોવામાં આવ્યું હતું અને તેના પર સહમતિ આપવામાં આવી હતી. આ સ્પષ્ટપણે બતાવે છે કે જે તસવીર સાર્વજનિક રીતે બતાવવામાં આવી રહી હતી તેના મુકાબલે પાછળની ગતિવિધિઓ વધારે સક્રિય હતી. ટ્રમ્પે ઈરાનને મોટો હુમલો કરવાની ધમકી આપી હતી, પરંતુ તે જ સમયે અમેરિકી અધિકારીઓ ફૂટનીતિક રસ્તો શોધવામાં વ્યસ્ત હતા.
પીએમ શરીફના મેસેજ આગળ પહેલા ડ્રાફ્ટ લખેલું હતું
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ એ વાતથી ઇન્કાર કર્યો કે ટ્રમ્પે આ નિવેદન લખ્યું હતું. જ્યારે કેટલાક નિરીક્ષકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે અનુમાન લગાવ્યું હતું. શરીફે શરૂઆતમાં ‘ડ્રાફ્ટ-એક્સના વિષય પર પાકિસ્તાનના વડા પ્રધાનનો સંદેશ’ કેપ્શન સાથે નિવેદન પોસ્ટ કર્યું હતું. પાકિસ્તાની દૂતાવાસે ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો. આ દરખાસ્ત ઓછામાં ઓછા ટૂંકા સમય માટે અસરકારક સાબિત થઈ છે. કલાકો પછી ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ ઇરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થઈ રહ્યા છે.
