IPL 2026 Chennai Tremendous Kings vs Punjab Kings Scorecard, CSK vs PBKS LIVE Rating : આઈપીએલ 2026 ની સાતમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે આપેલા 210 રનના પડકાર સામે પંજાબ કિંગ્સે 13 ઓવરમાં 3 વિકેટે 143 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 210 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નાઇ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, મેટ હેનરી.
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ.
-
Apr 03, 2026 22:10 IST
CSK vs PBKS LIVE : પ્રિયાંશ આર્યા 39 રને બોલ્ડ
પ્રિયાંશ આર્યા 11 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે 39 રને મેટ હેનરીની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 61 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 03, 2026 22:05 IST
CSK vs PBKS LIVE : પંજાબના 50 રન
પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહે ટીમને આક્રમક શરૂઆત અપાવી. પંજાબે 3.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-
Apr 03, 2026 21:41 IST
CSK vs PBKS LIVE : પંજાબ કિંગ્સને 210 રનનો પડકાર
આઈપીએલ 2026 ની સાતમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવી લીધા છે. પંજાબ કિંગ્સને જીતવા માટે 210 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 03, 2026 21:39 IST
CSK vs PBKS LIVE : શિવમ દુબેના અણનમ 45 રન
શિવમ દુબેના 27 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 45 રન. પ્રશાંત વીરના અણનમ 6 રન. વિજયકુમારે સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
-
Apr 03, 2026 21:11 IST
CSK vs PBKS LIVE : સરફરાઝ ખાન 32 રને આઉટ
કાર્તિક શર્મા 3 બોલમાં 1 રને એલબી આઉટ થયો. સરફરાઝ ખાન 12 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 32 રને વિજયકુમારની ઓવરમાં 32 રને આઉટ થયો.
-
Apr 03, 2026 20:43 IST
CSK vs PBKS LIVE : આયુષ મ્હાત્રે 73 રને આઉટ
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 22 બોલમાં 2 ફોર સાથે 28 રને ચહલનો શિકાર બન્યો. આયુષ મ્હાત્રે 43 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 73 રને કેચ આઉટ થયો. ચેન્નાઇએ 123 રનમાં 3 વિકેટ ગુમાવી.
-
Apr 03, 2026 20:25 IST
CSK vs PBKS LIVE : ચેન્નાઇના 100 રન
ચેન્નાઇ સુપર કિંગ્સે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. ઋતુરાજ ગાયકડવાડ અને આયુષ મ્હાત્રે રમતમાં છે.
-
Apr 03, 2026 20:17 IST
CSK vs PBKS LIVE : આયુષ મ્હાત્રેની અડધી સદી
આયુષ મ્હાત્રેએ 29 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ટીમે 5.1 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.
-
Apr 03, 2026 19:49 IST
CSK vs PBKS LIVE : સેમસન 7 રને આઉટ
સંજુ સેમસન 7 બોલમાં 1 ફોર સાથે 7 રને બાર્ટલેટની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નાઇએ 14 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 03, 2026 19:11 IST
CSK vs PBKS LIVE : પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ.
-
Apr 03, 2026 19:11 IST
CSK vs PBKS LIVE : ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, મેટ હેનરી.
-
Apr 03, 2026 19:04 IST
CSK vs PBKS LIVE : પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની સાતમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 03, 2026 18:32 IST
CSK vs PBKS LIVE : ચેન્નઈ સુપર કિંગ્સ ત્રીજી વખત ચેપોકમાં ધોની વિના રમશે
સીએસકેએ અગાઉ મહેન્દ્ર સિંહ ધોની વગર ચેન્નાઇના ચેપોકમાં ફક્ત બે મેચ રમ્યું છે. આ ત્રીજી વખત હશે જ્યારે સીએસકે થાલા વિના મેદાનમાં ઉતરશે. જે બે મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ રમ્યું છે તેમાં સુરેશ રૈનાએ કેપ્ટનશિપ કરી હતી. ચેન્નાઇ તેના હોમ ગ્રાઉન્ડમાં આ બંને મેચ હારી ગઇ હતી.
-
Apr 03, 2026 17:58 IST
CSK vs PBKS LIVE : આજે ચેન્નાઇ વિ પંજાબ મેચ
આઈપીએલ 2026 ની સાતમી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 વાગ્યા શરુ થશે. ટોસ 7.00 વાગ્યે શરુ થશે.
