IPL 2026 Lucknow Tremendous Giants vs Delhi Capitals Scorecard, LSG vs DC LIVE Rating : આઈપીએલ 2026 ની પાંચમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે 12 ઓવરમાં 5 વિકેટે 97 રન બનાવી લીધા છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિચ નોર્ટજે, પ્રિન્સ યાદવ.
દિલ્હી કેપિટલ્સ : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, વિપરાજ નિગમ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
-
Apr 01, 2026 20:34 IST
LSG vs DC LIVE : મિચેલ માર્શ આઉટ
મિચેલ માર્શ 28 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 35 રને કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 71 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Apr 01, 2026 20:20 IST
LSG vs DC LIVE : નિકોલસ પૂરન 8 રને આઉટ
આયુષ બદોની 3 બોલમાં ખાતું ખોલાયા વિના નટરાજનની ઓવરમાં આઉટ થયો. નિકોલસ પૂરન 8 બોલમાં 1 ફોર સાથે 8 રને એનગિડીની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 65 રને 4 વિકેટ ગુમાવી.
-
Apr 01, 2026 20:01 IST
LSG vs DC LIVE : માર્કરામ બોલ્ડ
એડન માર્કરામ 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 11 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 48 રને બીજી વિકેટ ગુમાવી.
-
Apr 01, 2026 19:59 IST
LSG vs DC LIVE : ઋષભ પંત રન આઉટ
ઋષભ પંત પોતાના ક્રમમાં ફેરફાર કરતા ઓપનિંગમાં ઉતર્યો હતો પણ સફળ રહ્યો ન હતો. પંત 9 બોલમાં 1 ફોર સાથે 7 રને રન આઉટ થયો હતો. લખનઉએ 19 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Apr 01, 2026 19:16 IST
LSG vs DC LIVE : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, વિપરાજ નિગમ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
-
Apr 01, 2026 19:16 IST
LSG vs DC LIVE : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસીન ખાન, મોહમ્મદ શમી, એનરિચ નોર્ટજે, પ્રિન્સ યાદવ.
-
Apr 01, 2026 19:05 IST
LSG vs DC LIVE : દિલ્હીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની પાંચમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 01, 2026 17:51 IST
LSG vs DC LIVE : લખનઉ વિ દિલ્હી વચ્ચે મુકાબલો
આઈપીએલ 2026 ની પાંચમી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં ખાતે રમાશે. બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
