LPG Scarcity In India: ભારતમાં એલપીસી સિલિન્ડરની અછત વચ્ચે વધુ એક રાહતના સમાચાર આવ્યા છે. એલપીજી ગેસ લઇ વધુ એક જહાજ ભારત પહોંચ્યું છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે હાર્મૂઝ સ્ટ્રેટ બંધ થતા ઘણા જહાજો દરિયામાં અટવાયેલા છે. આવી સ્થિતિમાં અસરકારક કૂટનીતિમાં પણ હાર્મૂઝ સ્ટ્રેટ માંથી એલપીજી સિલિન્ડર અને ક્રૂડ ઓઇલ ભરેલા જહાજ ભારત સફળ થયું છે. એલપીજી ગેસની આયાત વધત દેશમાં રાંધણ ગેસ સિલિન્ડરની અછત દૂર થશે.
LPG લઇ Pyxis Pioneer જહાજ ભારત આવ્યું
હાર્મૂઝ સ્ટ્રેટ પરથી નિર્ભરતા ઘટાડવા ભારતે અમેરિકા પાસેથી એલપીજી ગેસ ખરીદ્યો છે. પરિણામે અમેરિકાના ટેક્સાસથી એલપીજી ગેસ લઇ Pyxis Pioneer જહાજ The Port of Nederland બંદરથી ભારત આવવા રવાના થયું હતું.
VIDEO | Karnataka: Pyxis Pioneer, a big cargo ship carrying LPG from Texas within the US, arrives at Mangalore Port.
(Full video accessible on PTI Movies – https://t.co/n147TvrpG7) pic.twitter.com/pWrYN24rFq
— Press Belief of India (@PTI_News) March 22, 2026
આ જહાજ આજે રવિવારે સવારે મેંગ્લુરુ બંદરે પહોંચ્યું છે. બંદર અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્ગો જહાજ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનો મોટો જથ્થો લઇ ભારત આવ્યું છે, જેનાથી દેશમાં ગેસની સપ્લાય વધશે.
નોંધનિય છે કે, થોડાક દિવસ પહેલા ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસ લઇ 3 જહાજ ભારત આવ્યા હતા. શિવાલિક જહાજ ગત સોમવારે ગુજરાતના મુંદ્રા બંદરે આવી પહોંચ્યું હતું. તો મંગળવારે એલપીજી ભરેલું નંદાદેવી જહાજ આજે ગુજરાતના કંડલા બંદરે આવી પહોંચ્યું છે. મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિં એન્ડ વોટરવેઝના વિશેષ સચિવ રાજેશ કુમારના મતે આ બંને જહાજોમાં કુલ મળીને 92,700 ટન ગેસનો જથ્થો છે. જેમા શિવાલિક જહાજમાં લગભગ 45,000 મેટ્રિક ટન અને નંદાદેવી જહાજમાં 47,000 મેટ્રિક ટન ગેસ છે. તો હાર્મુજ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરીને લાડકી જહાજ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. આ જહાજમાં 80,800 ટન ક્રૂડ ઓઇલનો જથ્થો હતો.
હાર્મૂઝ સ્ટ્રેટમાં ઘણા ભારતીય જહાજો અટવાયેલા છે. હવે 25 માર્ચના રોજ અપોલો ઓસિયન જહાજ 26,687 ટન ગેસ લઇ ભારત આવી શકે છે. તો 29 માર્ચના રોજ વધુ એક જહાજ અમેરિકાથી વધુ 30 હજાર ટન ગેસ લઇ ભારત આવી શકે છે.
