29મી માર્ચે ગુજકેટ: પરિક્ષાર્થીઓએ શું રાખવું પડશે ધ્યાન? સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

29મી માર્ચે ગુજકેટ: પરિક્ષાર્થીઓએ શું રાખવું પડશે ધ્યાન? સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના કુલ સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે તમામ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ફોટો આઇડી રાખવું પડશે. ગુજકેટ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડશે.

આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે.
આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે.

અમદાવાદ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ) લેવાશે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના કુલ સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે તમામ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ફોટો આઇડી રાખવું પડશે. ગુજકેટ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ 29 માર્ચે લેવાશે. જે માટે આજથી હોલ ટિકિટ અપલોડ કરવામાં આવશે. ત્યાર બાદ શાળાઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. 29 માર્ચે યોજાનાર ગુજકેટ માટે તમામ વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે ફોટો આઇડી રાખવું પડશે. આ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે જેમાં સવારે 10 વાગે પરીક્ષા શરૂ થશે જે સાંજે 5 વાગે પૂરી થશે.

વર્ષ 2017થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જેના પગલે વર્ષ 2026માં રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તેમજ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસમાં પ્રવેશ માટે સાયન્સ ગ્રુપના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 29 માર્ચે લેવાશે. અંદાજે સવા લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ગુજકેટ માટેની માહિતી પુસ્તિકા ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. ગુજકેટ માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડશે.

મહત્વનું છે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ભૌતિક વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો તેમજ રસાયણ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો એમ કુલ 80 ગુણના 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય, જ્યારે જીવ વિજ્ઞાનના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય તેમજ ગણિત વિષયના 40 ગુણના 40 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *