વિધાનસભા ગૃહમાં ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે રોષ વ્યક્ત કર્યો અને કોંગ્રેસ પર ગરજ્યા! 

વિધાનસભા ગૃહમાં ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે રોષ વ્યક્ત કર્યો અને કોંગ્રેસ પર ગરજ્યા! 

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં, વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ. ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા અને DJ ની સમસ્યાને ઉઠાવી.

ડીજે મુદ્દે વિધાનસભામાં રોષ વ્યક્ત
ડીજે મુદ્દે વિધાનસભામાં રોષ વ્યક્ત

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે બજેટ સત્રનો 15 મો દિવસ છે. આજે બજેટ સત્રમાં વન અને પર્યાવરણ વિભાગની માંગણી અંગે  ચર્ચા યોજાઈ હતી. વિભાગોની માંગણી અંગેની ચર્ચાનો 10 મો દિવસ છે. જેમાં આજે વન વિભાગની માંગણી અને ચર્ચામાં મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યે માગણી અંગે ભાગ લીધો હતો.

ગૃહમાં વન વિભાગની વાત કરતાં MLA ફતેસિંહ ચૌહાણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતાં ગૃહમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં જંગલો સળગાવીને કોલસાથી કમાણી કરનારી ટોળકી હતી. કોંગ્રેસના સમયમાં મહિનાઓ સુધી જંગલોમાં લાગતી આગ ઓલવાતી નહોતી. જેના કારણે જંગલોનો દાટ વળ્યો અને પાછા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈને સલાહ આપે છે. કોંગ્રેસ માનવ જીવનની વિરોધી છે. જ્યારે કેશુભાઈની સરકારે પ્રથમ વખત આદિવાસીઓને જમીનની સનદ આપી આદિવાસી સમુદાયની સાથે રહી છે.

કોંગ્રેસ સામે પ્રહાર કરતા ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ખુદ ભાજપના જ ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં DJ પર રોક લગાવવા માંગ કરી હતી, અને તે અંગે ગૃહમાં વાત કરતાં કહ્યું હતું કે, DJ ને કારણે આદિવાસી સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ છે. પૂર્વે આદિવાસી સમુદાયમાં લગ્ન ગીતો ગવાતા હતા પરંતુ હવે DJ ને કારણે સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યું છે. આદિવાસી સમુદાયના લગ્ન સમયે ગવાતા ગીતો કોરાણે મુકાયા છે. રાત્રે 10 વાગ્યા બાદ પણ વાગતા મ્યુઝિક સિસ્ટમ સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી વાત કરી હતી. આમ વન વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન ફતેહસિંહ ચૌહાણે DJ મામલે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસની આદિવાસી વિરોધી નીતિ અંગે પ્રહારો કર્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *