અભિષેક આગળ કહે છે કે, “જ્યારે હું બેટિંગ કરતો હોઉં ત્યારે મારા મગજમાં ભાષાને લઈને કોઈ વિચાર હોતા નથી, હું પંજાબનો છું તો સ્વાભાવિક રીતે પંજાબી ભાષા મોઢામાંથી નીકળી જાય. એટલે જ્યારે હું અને સંજુ ભાઈ બેટિંગ કરતા હોઈએ ત્યારે હંમેશા કહેતો હોઉ છું કે, “સંજુ ભાઈ ઉડા દૂં, તો એ મને હંમેશા કહે છે, હા હા ચક દે, ચક દે…, અંતે અભિષેક શર્મા કહે છે, કે બેટિંગ દરમિયાન અમારી વાતચીત મોટા ભાગે પંજાબીમાં જ થતી હોય છે. હિન્દી ઇંગ્લિશમાં ખૂબ ઓછી વાત થાય છે. (Picture Credit score: Abhishek Sharma)

