ડમ્પર સાથે ટકરાયા બાદ સળગી કાર!

ડમ્પર સાથે ટકરાયા બાદ સળગી કાર!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



મહેસાણાના કાલરી અને દેલવાડા વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના બની છે. રસ્તા પર એક ડમ્પરના પાછળના ભાગમાં SUV કાર ઘૂસી ગઈ હતી. જો કે ત્યારબાદ તરત જ કારમાં આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે કાર ચાલક સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતાં સદનસીબે જાનહાનિ ટળી હતી. રસ્તા પર બનેલી અકસ્માત બાદ આગની ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા હતા. મહત્વનું છે કે, ફાયર બ્રિગેડને પણ આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી. સોશિયલ મીડિયામાં બર્નિંગ આગના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *