Final Up to date:
રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાએ દરિયા તરફ મિસાઈલો છોડી છે. ઉત્તર કોરિયા તરફથી હંમેશા દરિયામાં મિસાઈલ પરીક્ષણ કરવામાં આવે છે.
North Korea Fired Missile: ઈરાન વોર હજુ સમાપ્ત નથી થયું, પણ બીજા એક વિસ્તારમાં તણાવના ભણકારા વાગી રહ્યા છે. કોરિયાઈ પ્રાયદ્વીપમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડી દીધી છે. અલ અરબિયાની વાત માનીએ તો, નોર્થ કોરિયાએ એક બે નહીં પણ 10 મિસાઈલો છોડી છે. ઉત્તર અને દક્ષિણ કોરિયાની વચ્ચે તણાવની વાત કંઈ નવી નથી. બંને દેશો વચ્ચે સંબંધ લાંબા સમયથી વણસેલા છે. ઉત્તર કોરિયાને ચીન અને રશિયાનું નજીક માનવામાં આવે છે, જ્યારે સાઉથ કોરિયાને અમેરિકાની નજીકના સહયોગી ગણવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં અમેરિકી સૈન્ય બેઝ પણ આવેલા છે. કિમ જોંગ ઉનના દેશ તરફથી આવા સમયે મિસાઈલો છોડવામાં આવી છે, જ્યારે અમેરિકા દક્ષિણ કોરિયાથી પોતાની અમુક થાડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ત્યાંથી હટાવી દીધી છે. આવા સમયે ઉત્તર કોરિયાના પગલાથી દક્ષિણ કોરિયામાં ચિંતા વધી ગઈ છે.
રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાએ દરિયા તરફ મિસાઈલો છોડી છે. ઉત્તર કોરિયા તરફથી હંમેશા દરિયામાં મિસાઈલ પરીક્ષણ કરવામાં આવે છે. આ કોઈ પહેલી વાર નથી, જ્યારે કિમ જોંગ ઉનના દેશ તરફથી આ પ્રકારની કાર્યવાહી કરી હોય. જો કે આ વખતે ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનો છે. પશ્ચિમ એશિયામાં હાલત પહેલાથી ખરાબ છે. અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર એટેક કરી દીધો છે. તેહરાન તરફથી કરવામાં આવેલા વળતા જવાબથી માહોલ પહેલાથી જ તણાવભર્યો અને ગંભીર થઈ ચૂક્યો છે. આવા સમયે ઉત્તર કોરિયા તરફથી મિસાઈલ છોડવાથી એશિયાના વધુ એક ઝોનમાં હાલત નાજુક થવાની આશંકા વધી ગઈ છે. ચીનની આક્રમક નીતિઓના કારણે આ વિસ્તારમાં આમ પણ તણાવ રહેતો હોય છે.
ઉત્તર કોરિયાએ શનિવારે એક શંકાસ્પદ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. જાપાનના રક્ષા મંત્રાલયે આ જાણકારી આપી છે. નિક્કેઈ એશિયાના જણાવ્યા અનુસાર, સૂત્રોનું કહેવું છે કે આ મિસાઈલ સંભવત: જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્રની બહાર જઈને પડી. આ પરીક્ષણના કારણે કોઈ પણ પ્રકારના નુકસાનના કોઈ સમાચાર નથી. વળી દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાએ પૂર્વ દિશા તરફથી એક પ્રોજેક્ટાઈલ છોડી. આ અગાઉ ઉત્તર કોરિયાએ 27 જાન્યુઆરીના રોજ જાપાન સાગર તરફ વધુ બે બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. જેના વિશે પણ આકલન કરવામાં આવ્યું હતું કે જાપાનના ઈઈઝેડ બહાર પડી હતી.

