1000 વાળી સગડી પહોંચી 2000 એ! ગેસ સિલિન્ડરની અછત થતા કોલસાની સગડી ખરીદવા પડાપડી

1000 વાળી સગડી પહોંચી 2000 એ! ગેસ સિલિન્ડરની અછત થતા કોલસાની સગડી ખરીદવા પડાપડી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

રાજકોટમાં ગેસ સિલિન્ડરના સપ્લાયમાં ઊભી થયેલી અડચણોને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. રસોઈના મુખ્ય સાધન એવા ગેસના અભાવે અનેક રેસ્ટોરન્ટ્સના ચૂલા બંધ થતાં હવે વેપારીઓ ફરી પરંપરાગત ‘કોલસાની સગડી’ તરફ વળ્યા છે. રાજકોટમાં સગડી બનાવતા કારીગરો પાસે ઓર્ડરનો રાફડો ફાટ્યો છે, જ્યાં ગ્રાહકો પૈસા આપવા છતાં 15 થી 20 દિવસના વેઇટિંગમાં રહેવા મજબૂર બન્યા છે.

+

કોલસાની

કોલસાની સગડીની માંગ અને ભાવ વધ્યા

રાજકોટ: ગેસ સિલિન્ડરની અછત અને સપ્લાયમાં થયેલી અડચણોના કારણે હવે લોકો ફરી પરંપરાગત વિકલ્પ તરફ વળી રહ્યા છે. ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. આવા સમયે રાજકોટમાં ચાની સગડીની માંગ અચાનક વધી ગઈ છે, જેના કારણે સગડી બનાવનારાઓ પાસે પણ લાંબું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

રાજકોટમાં ચાની સગડી બનાવતા રવિ સાકરિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. હું છેલ્લા 15 થી 20 વર્ષથી સગડી બનાવવાનો વ્યવસાય કરું છું અને આજ સુધી અનેક લોકો માટે સગડી તૈયાર કરી છે. સગડી બનાવવાની પ્રક્રિયા સરળ નથી. તેમાં પહેલાં લોખંડનું કટિંગ કરવું પડે છે અને પછી સળિયા તેમજ સિમેન્ટની મદદથી સગડી તૈયાર કરવામાં આવે છે. એક સગડી તૈયાર થવામાં સમય પણ લાગે છે. એક સગડી બનાવવામાં અંદાજે એક દિવસ જેટલો સમય લાગે છે કારણ કે તેમાં કટિંગ, ફિટિંગ અને મજબૂતી માટે સિમેન્ટનો ઉપયોગ કરવો પડે છે. પહેલાં આ સગડી બનાવવાની મજૂરી સાથે કિંમત પણ ઓછી હતી. પહેલાં મજૂરી સાથે એક સગડી લગભગ એક હજાર રૂપિયામાં તૈયાર થતી હતી, પરંતુ હવે સામાન અને મજૂરીના ખર્ચ વધતાં એક સગડીની કિંમત લગભગ બે હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

હાલની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે ગેસના બાટલા બંધ થઈ જતા હવે સગડીની માંગ ખૂબ વધી ગઈ છે. પહેલાં જ્યાં ક્યારેક જ ઓર્ડર મળતા હતા ત્યાં હવે દરરોજ લોકો સગડી લેવા માટે આવી રહ્યા છે. ઘણા લોકો ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ સગડી ખરીદવા માટે સંપર્ક કરી રહ્યા છે. સગડી લેવા આવેલા સંજયભાઈ કહે છે કે તેઓ ખાસ કરીને રેસ્ટોરન્ટ માટે સગડી લેવા આવ્યા છે. અમે સગડી લેવા માટે અહીં આવ્યા છીએ પરંતુ અહીં 15 થી 20 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. હાલ એવી સ્થિતિ છે કે પૈસા આપ્યા પછી પણ તરત સગડી મળતી નથી.

સંજયભાઈ વધુમાં કહે છે કે તેમની પોતાની રેસ્ટોરન્ટ છે અને ગેસની અછતના કારણે કામ પર અસર પડી છે. અમારી રેસ્ટોરન્ટ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે કારણ કે ગેસ મળતો નથી. રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવી શક્ય નથી હોવાથી હવે તેમને વિકલ્પ શોધવો પડ્યો છે. ગેસ બંધ થઈ જતા હવે અમારી પાસે સગડી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ રહ્યો નથી. એટલે જ તેઓ સગડી લેવા માટે અહીં આવ્યા છે, જેથી રેસ્ટોરન્ટ ફરી શરૂ કરી શકાય. હાલ ગેસની સમસ્યાને કારણે ઘણા વેપારીઓ માટે આ પ્રકારના વિકલ્પો જ સહારો બની રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *