Final Up to date:
ટુ વ્હીલર ચલાવતા વખતે આપણે જે હેલ્મેટ પહેરીએ છીએ તે લાંબા સમયે ગંદુ થઈ જતું હોય છે. જોકે તમારા હેલ્મેટને તમે સાફ કરીને ચકાચક નવા જેવું બનાવી શકો છો. જેને લઈને એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે જુઓ આ વીડિયોમાં કેવી રીતે તમે હેલ્મેટને એકદમ નવું હોય તેમ ચમકાવી શકશો.
ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ઘણું જરૂરી છે. આપણા માટે અને આપણા પરિવાર માટે હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું જોઈએ. જોકે હેલ્મેટ પહેર્યા બાદ લાંબા સમય પછી તમને દેખાશે કે જે હેલ્મેટ આપણે પહેરીએ છીએ તે ધૂળના કારણે ગંદુ થઈ જતું હોય છે. હેલ્મેટને સાફ રાખવું ઘણું જરૂરી છે. સાથે જ હેલ્મેટ જો ગંદુ થઈ જાય તો સારું નથી લાગતું. ખાસ કરીને જ્યારે હેલ્મેટનો ગ્લાસ ગંદો થઈ જાય ત્યારે સૌથી વધારે તકલીફ થતી હોય છે.
હેલ્મેટ વધારે ગંદુ થઈ જાય તો વાળ ખરવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હેલ્મેટને કેવી રીતે સાફ કરવું જોઈએ તેને લઈને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ વીડિયો જોઈને તમે પણ ઘરે જ તમારા હેલ્મેટને સાફ કરી શકશો અને તમારું હેલ્મેટ પછી ચકાચક થઈ જશે.
વીડિયોમાં જોઈ શકાય છે કે હેલ્મેટ ધોવા માટે સૌથી પહેલા તેની અંદરના ફોર્મ એટલે કે ગાદી બહાર કાઢીને તેને પાણી વાળી ડોલમાં નાખો અને સાથે બેબી શેમ્પૂનો ઉપયોગ કરો. બાદમાં તેને સુકવી દો જેથી ફોર્મની બધી ગંદકી પાણીમાં નીકળી જશે. હેલ્મેટને આખું પાણીમાં નથી નાખવાનું. બાદમાં હેલ્મેટનો કાચ કાઢીને તેને માઈક્રોફાઈબર કપડાને ગરમ પાણીમાં નાખીને તેને સાફ કરો. બાદમાં સુકાયેલા કપડાથી કાચને લૂછવો.
આટલું કર્યા બાદ માઈક્રોફાઈબર કપડાથી હેલ્મેટની અંદર અને બહારનો ભાગ સાફ કરવો. બાકીના અન્ય ભાગોને સ્ક્રૂ કાઢીને સાફ કરવા જરૂરી છે. આ બધા પાર્ટને અલગ અલગ સૂકવી દેવાના અને પછી જ્યારે તે સૂકાય ત્યારે ફરીથી આખું હેલ્મેટ જોડી દેજો. જેથી તમારું હેલ્મેટ પછી એકદમ નવા જેવું જ લાગશે.
ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર @alshihacks નામના એકાઉન્ટ પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ મોટા ભાગના યુઝર્સ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં મોટા ભાગના યુઝર્સ આ કન્ટેન્ટના વખાણ કરી રહ્યા છે. જો તમે પણ પોતાના હેલ્મેટને ચમકાવવા માગો છો તો વીડિયોમાં જણાવ્યા મુજબ તમારા હેલ્મેટને ચમકાવી શકો છો.

