દર્દનાક દુર્ઘટનામાં બંને આંખો ગુમાવી, મજૂર પિતાએ જમીન વેચીને ભણાવ્યો, હવે UPSC ક્રેક કરી મેળવી સફળતા

દર્દનાક દુર્ઘટનામાં બંને આંખો ગુમાવી, મજૂર પિતાએ જમીન વેચીને ભણાવ્યો, હવે UPSC ક્રેક કરી મેળવી સફળતા

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ઈરફાન અહમદ લોને આ વાત સાબિત કરી બતાવી છે. બાળપણમાં બંને આંખોની રોશની ગુમાવવા છતાં, ઈરફાને દેશની સૌથી મુશ્કેલ ગણાતી UPSC સિવિલ સેવા પરીક્ષામાં સફળતા મેળવી છે.

ઈરફાન અહમદ લોન
ઈરફાન અહમદ લોન

UPSC Success Story: કહેવાય છે ને કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ઈરફાન અહમદ લોને આ વાત સાબિત કરી બતાવી છે. ઈરફાનની મુશ્કેલીઓ માત્ર 4 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી જ્યારે પાડોશના એક બાળકે ભૂલથી તેમની એક આંખમાં સોય (Syringe) ભોંકી દીધી હતી. તેમના પિતા તેમને સારવાર માટે ચંદીગઢ લઈ ગયા પણ થોડા સમય બાદ સ્કૂલમાં અન્ય એક અકસ્માતમાં પેન્સિલ બીજી આંખમાં વાગતા ઈરફાને સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવી દીધી હતી.

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ઈરફાનની 14 મહિના સુધી સારવાર ચાલી હતી, અનેક ઓપરેશનો છતાં તેની દૃષ્ટિ પાછી ન આવી. જોકે, ઈરફાને હતાશ થવાને બદલે મહેનત કરીને સફળ થવાનું ધાર્યું અને UPSC પરીક્ષાની તૈયારી કરી. આજે તે દૃઢ સંકલ્પ અને અથાક મહેનતથી અનેક પડકારો હોવા છતાં UPSC માં સફળતા મેળવીને ભવિષ્યના લાખો ઉમેદવારો માટે ઉદાહરણ બની ગયો છે.

પિતાનો અતૂટ વિશ્વાસ અને ત્યાગ

ઈરફાનના પિતા બશીર અહમદ સિંચાઈ વિભાગમાં મજૂર છે. લોકોની સલાહ છતાં તેમણે હાર ન માની અને દીકરાને દેહરાદૂનની સ્પેશિયલ સ્કૂલમાં ભણાવ્યો. દીકરાના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે આ ગરીબ પિતાએ પોતાની જમીન સુધી વેચી દીધી હતી. ઈરફાને પણ પિતાના આ ત્યાગને એળે ન જવા દીધો અને દિલ્હીની હિન્દુ કોલેજ તથા JNU માંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો.

નોકરીની સાથે UPSC નું લક્ષ્ય

અભ્યાસ બાદ ઈરફાને પંજાબ નેશનલ બેંક અને ત્યારબાદ LIC માં આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નોકરી શરૂ કરી. પરંતુ તેમનું લક્ષ્ય સિવિલ સર્વિસ પાસ કરવાનું હતું. દિવસભર નોકરી અને રાત્રે મહેનત કરીને તેમણે તૈયારી ચાલુ રાખી. પ્રથમ બે પ્રયાસોમાં નિષ્ફળતા મળી હોવા છતાં તેમણે હિંમત ન હારી.

ત્રીજા પ્રયાસે મળી સફળતા

સતત મહેનતના પરિણામે ત્રીજા પ્રયાસમાં ઈરફાને 957મો રેન્ક મેળવીને UPSC પાસ કરી. જ્યારે તેમણે દિલ્હીથી ફોન કરીને પિતાને આ સમાચાર આપ્યા ત્યારે આખા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. વધામણી આપવા આવેલા લોકો માટે મજૂર પિતાએ ઘરની બહાર ખાસ ટેન્ટ લગાવાવવો પડ્યો હતો. ઈરફાનની સફળતાએ સાબિત કરી દીધું કે સંકલ્પ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલી તમને રોકી શકે નહીં અને તમે અનેક પડકારો છતાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકો છો.

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/Career/

દર્દનાક દુર્ઘટનામાં બંને આંખો ગુમાવી, મજૂર પિતાએ જમીન વેચીને ભણાવ્યો, હવે UPSC ક્રેક કરી મેળવી સફળતા



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *