Final Up to date:
વર્ષ 2003 માં રિલીઝ થયેલી આ ફિલ્મની ઓફર તબ્બુએ ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ ડાયરેક્ટરે બીજી હીરોઇનને ઓફર કરી અને તેની કિસ્મત ચમકી ગઈ. જોકે આજે પણ તબ્બુને આ વાતનો અફસોસ થાય છે.
બોલિવૂડની ખૂબસૂરત અદાકાર તબ્બૂ તેના અભિનયથી હંમેશા ફેન્સને ફિદા કરી દેતી હોય છે. તબ્બુ હિન્દી સિનેમામાં ત્રણ દશક પૂરાં કરી ચૂકી છે અને આજે પણ ફિલ્મોમાં તેનો જલવો બરકરાર છે. તબ્બૂ માત્ર એક્ટ્રેસ જ નહીં, પરંતુ સાઇડ હીરોઇનના રોલમાં પણ પોતાની એક અલગ છાપ પાડી છે. આમ, 90ના દશકની એક્ટ્રેસ તબ્બુ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો આજે અમે શેર કરીશું જે જાણીને તમને પણ નવાઈ લાગશે. તો જાણો તબ્બૂએ સંજય દત્તની કઈ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી.
સંજય દત્ત એક એવું નામ છે જેની ઓળખ આપવાની જરૂર રહેતી નથી. સંજય દત્તે ઇન્ડસ્ટ્રીમાં અનેક હિટ ફિલ્મો આપી છે. મોટાભાગના સ્ટાર્સે સંજય દત્ત સાથે કામ કર્યું છે. આમ, વર્ષ 2000 માં સંજય દત્તને એક નવા ડાયરેક્ટરે તેની સાથે ફિલ્મ કરવાની ઓફર કરી હતી અને આ ફિલ્મમાં તબ્બૂને કાસ્ટ કરી હતી. તે સમયે તબ્બૂ કોમેડી ડ્રામા ફિલ્મ હેરા ફેરીની સક્સેસની મજા માણી રહી હતી. આમ, તમને જણાવી દઈએ કે તબ્બૂ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસની ઓફર ઠુકરાવી દીધી હતી. આ ડાયરેક્ટર બીજું કોઈ નહીં પરંતુ રાજકુમાર હિરાની હતા.
તબ્બુએ ના પાડી તો આ એક્ટ્રેસને મળી ઓફર
તબ્બુએ ફિલ્મમાં કામ કરવાની ના પાડી તો આ ઓફર ફેમસ એક્ટ્રેસ ગ્રેસી સિંહને મળી. આમ, તમે બધા જાણો છો કે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મી સિનેમામાં હિટ સાબિત થઈ હતી, જેણે અનેક રેકોર્ડ બ્રેક કર્યા હતા. 10 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાળકોથી લઈને મોટા એમ દરેક લોકો આ ફિલ્મ આજે પણ ટીવી પર જોવાનું પસંદ કરે છે. અરશદ વારસીએ ફિલ્મમાં સર્કિટનો રોલ પ્લે કર્યો હતો. બોમન ઇરાનીએ ફિલ્મમાં એક મેડિકલ કોલેજના ડીનનો રોલ પ્લે કર્યો હતો. મુન્નાભાઈ એમબીબીએસનો બીજો પાર્ટ લગે રહો મુન્નાભાઈ વર્ષ 2006 માં રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલન લીડ એક્ટ્રેસ હતી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું હતું.
Mumbai,Maharashtra

