કન્ટેન્ટ ક્રિએટરનું મોત કેવી રીતે થયું? રીલ પોસ્ટ કરી અને ગણતરીના કલાકોમાં નિધન, સોશિયલ મીડિયા યુઝર્સ શોકમાં

કન્ટેન્ટ ક્રિએટરનું મોત કેવી રીતે થયું? રીલ પોસ્ટ કરી અને ગણતરીના કલાકોમાં નિધન, સોશિયલ મીડિયા યુઝર્સ શોકમાં

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

કન્ટેન્ટ ક્રિએટર અરુણ તુપેના નિધનના સમાચાર સામે આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ તેનું મોત થઈ ગયું. બંધ ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે અરુણ તુપેના મોતનું કારણ શું છે?

કંટેંટ ક્રિએટરનું મોત કેવી રીતે થયુ?
કંટેંટ ક્રિએટરનું મોત કેવી રીતે થયુ?

પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અરુણ તુપેનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અરુણ તુપે મહારાષ્ટ્રનો પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર હતો. અચાનક તેના નિધનને લઈને લોકો નવાઈમાં મુકાઈ ગયા છે કે આખરે તેની સાથે એવું તો શું થયું. એવી માહિતી સામે આવી છે કે તેણે પોતાની છેલ્લી ઈન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી અને બાદમાં પોતાના ઘરે જીવ છોડી દીધો. સોશિયલ મીડિયા પર અરુણની મોટા પ્રમાણમાં ફેન ફોલોઇંગ છે.

આ ખબર સામે આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સ પણ શોકમાં ડૂબી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવી માહિતી સામે આવી છે કે અરુણ તુપે બાલાજી નગરમાં આવેલ પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળ્યો હતો. ઘરના સભ્યોએ તેને તરત હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે હોસ્પિટલમાં ત્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર અરુણ તુપેની મોટા પ્રમાણમાં ફેન ફોલોઇંગ છે. તેણે કોન અરુણ તુપે નામથી એકાઉન્ટ પણ બનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેના 1.79 લાખ જેટલા ફોલોઅર્સ છે. પોતાની રમૂજી રિલ્સ બનાવવાને લઈને યુઝર્સ તેને ઘણો પસંદ કરતા હતા. ઘણા ઓછા સમયમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.

હાલ અરુણના પાર્થિવ દેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ તેના મોતનું અસલી કારણ જાણી શકાય. પરિવાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે વાઈની સમસ્યાથી હેરાન લાંબા સમયથી હેરાન થઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે અરુણ તુપેએ થોડાક કલાકો પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર રીલ પણ શેર હતી. જે તેની છેલ્લી રીલ સાબિત થઈ છે. તેનો આ છેલ્લો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે રીલ વીડિયો લોકો કેવી રીતે શૂટ કરે તેને લઈને રમૂજી અંદાજમાં વીડિયો બનાવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સને પણ અરુણ તુપેના નિધનથી મોટો ઝટકો લાગ્યો છે અને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *