ભારતમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, કંપની ફક્ત 999 યૂનિટ જ વેચશે, જાણો કિંમત અને ફિચર્સ

ભારતમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, કંપની ફક્ત 999 યૂનિટ જ વેચશે, જાણો કિંમત અને ફિચર્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Zelo Knight+ Rani Version Launch : ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં વધુ એક સ્કૂટરની એન્ટ્રી થઇ છે.  ZELO ઇલેક્ટ્રિક કંપનીએ  નાઈટ+ રાની એડિશન લોન્ચ કરી છે, જે તેના ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સ્કૂટરનું લિમિટેડ-એડિશન વેરિઅન્ટ છે. તે ફક્ત બેબી પિંક કલરમાં ઉપલબ્ધ છે. 

કંપનીએ દેશભરમાં તેના પ્રોડક્શનને 999 યુનિટ સુધી મર્યાદિત કરી દીધા છે. તેના અધિકૃત ડીલર નેટવર્ક દ્વારા બુકિંગ શરુ છે. આ એડિશન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની એક્સ-શોરૂમ કિંમત 69,990 રુપિયા છે, આ સ્ટાન્ડર્ડ નાઈટ+ મોડલના બરાબર છે.

સિંગલ ચાર્જ પર 100 કિમીની રેન્જ

રાની એડિશન બેઝ પ્લેટફોર્મના બધા જ ફીચર સેટ અને સ્પેસિફિકેશન્સ છે, જ્યારે લિમિટેડ-એડિશન સ્ટેટસ ફક્ત કલર અને ફિનિશ સુધી મર્યાદિત છે. મેકેનિકલ રીતે આ સ્કૂટર ઓગસ્ટ 2025 માં લોન્ચ કરાયેલ નાઈટ+ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. 

તેમાં 1.8 kWh પોર્ટેબલ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી છે, જેનો દાવો 100 કિમી રેન્જનો છે. તેમાં 1.5 kW મોટર અને ટોપ સ્પીડ 55 km/h સુધી છે. ખાસ વાત એ છે કે તેમાં રિમૂવેબલ બેટરી મળે છે, જે તમે કાઢીને ક્યાંય ચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો – POCO C85x 5G ફોન આ દિવસે ભારતમાં લોન્ચ થશે, કંપનીએ દેખાડ્યો ફર્સ્ટ લૂક

કેટલાક નવા ફિચર્સ ઉમેર્યા

સ્કૂટરમાં હિલ હોલ્ડ કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ, ફોલો-મી-હોમ હેડલેમ્પ અને USB ચાર્જિંગ પોર્ટ સહિત અનેક સેગમેન્ટ-ફર્સ્ટ ફિચર્સ છે. આ બધા ફિચર્સ રાઇડિંગ કરતી વખતે ખૂબ ઉપયોગી છે. જ્યારે ચઢાણ હોય અને ટ્રાફિક જામ થાય ત્યારે હિલ હોલ્ડ ઘણું ઉપયોગી છે. વધુમાં ક્રુઝ કંટ્રોલ સ્કૂટરની રેન્જમાં સુધારો કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *