શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે? ભારત માટે એક સારા સમાચાર, ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ કરી મોટી જાહેરાત

શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે? ભારત માટે એક સારા સમાચાર, ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ કરી મોટી જાહેરાત

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને પરિસ્થિતિ ગંભીર બની છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ હોર્મુઝ પર કબજો કરી લેવામાં આવ્યો છે. આવા સમયે રશિયા દ્વારા મોટી કાચા તેલની આયાતને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

રશિયાએ કરી મોટી જાહેરાત (Image: AI Generated)
રશિયાએ કરી મોટી જાહેરાત (Picture: AI Generated)

નવી દિલ્હી: ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ છેલ્લા 4 દિવસમાં ભયંકર યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. જેના કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં તેલની સપ્લાય રોકાઈ ગઈ છે. આ કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થવાનો છે. જેની સીધી અસર ભારત અને ચીન જેવા દેશોના અર્થતંત્ર પર થશે. જોકે આ સંકટની સ્થિતિમાં ભારતનો સાથ આપવા માટે રશિયા ફરી એકવાર સામે આવ્યું છે.

ઈન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીની રિપોર્ટ પ્રમાણે રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એલેક્ઝાન્ડર નોવાકે બુધવારે કહ્યું કે રશિયા ભારત અને ચીનને તેલની સપ્લાય વધારવા તૈયાર છે. જેથી હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને લઈને હવે ભારતને રાહત મળી શકે છે. રશિયાએ ફેબ્રુઆરીમાં ભારત સાથે મોટા ક્રૂડ સપ્લાયર તરીકે જગ્યા બનાવીને રાખી.

કેપ્લરના ડેટાથી જાણવા મળે છે કે ફેબ્રુઆરીમાં રશિયાનું આયાત 1mbdથી વધારે હતું. જાન્યુઆરીમાં 1.1 mbdથી ઓછું હતું. જ્યારે સાઉદી અરબે દર મહિને 30 ટકા વધારીને 1mbdથી વધારે કર્યું. આ જાહેરાત એવા સમયે થઈ છે. જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કંટ્રોલ કરી લીધો હોવાનો દાવો કર્યો છે. જે વિશ્વના દેશો માટે તેલ અને ગેસ શિપમેન્ટ માટે મહત્વનો રસ્તો છે.

ઈરાન દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે સ્ટ્રેટ હોર્મુઝ પરથી નીકળતા જહાજોને મિસાઈલ કે ડ્રોનનો સામનો કરવો પડી શકે છે. આ રસ્તા પરથી દરરોજ ભારતનું લગભગ 2.5-2.7 મિલિયન બેરલ તેલ આવે છે. જે મુખ્યત્વે ઈરાક, સાઉદી અરબ, યુએઈ અને કુવૈતથી આવે છે. આ વિસ્તારમાં ચાલી રહેલા તણાવને લઈને રસ્તો રોકાઈ ગયો છે. જેથી ભારતીય રિફાઈનરી બીજા રસ્તાઓ શોધી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *