અમદાવાદમાં નવા રિંગરોડ માટે બાકરોલ ગ્રામજનોને જમીન ખાલી કરવા 10 દિવસનું અલ્ટીમેટમ! ખેડૂતોનો વિરોધ

અમદાવાદમાં નવા રિંગરોડ માટે બાકરોલ ગ્રામજનોને જમીન ખાલી કરવા 10 દિવસનું અલ્ટીમેટમ! ખેડૂતોનો વિરોધ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અમદાવાદમાં નવા રિંગરોડ માટે બાકરોલ ગામની જમીન સંપાદિત થશે જે માટે 50 જેટલા ખેડૂતોને 10 દિવસમાં જમીન ખાલી કરવાની નોટિસ મળી છે. ત્યારે ખેડૂતો પાક ઊભા હોવા છતાં જમીન ખાલી કરવાની નોટિસ મળતા ખેડૂતો દુવિધામાં મુકાયા છે અને વિરોધ કરી રહ્યા છે.

ખેડૂતોનો વિરોધ
ખેડૂતોનો વિરોધ

અમદાવાદ: સ્માર્ટ સિટી તરીકે અમદાવાદ શહેર હાલ આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વના નિર્ણય એટલે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા બાકરોલ-બાદરાબાદ-કમોડ વિસ્તારમાં 60 મીટરના રિંગરોડના નિર્માણ. પરંતુ આ વિકાસ કાર્ય માટે જરૂર જણાતી ખેતીની જમીનનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતો તરફથી વિરોધના વંટોળ ઉઠી રહ્યો છે.

આમ તો અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી નોટિસ અનુસાર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 401/એ (બાકરોલ-બાદરાબાદ-કમોડ) અંતર્ગત આવતા સર્વે નંબર 331 અને ફાઈનલ પ્લોટ નંબર 43ની જમીન જાહેર હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે. આ જમીનના માલિકોને કોર્પોરેશન દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 68 અને નિયમ 33 મુજબ સત્તાવાર કેટલાક ખેડૂતોને જમીન ખાલી કરવા અંગે નોટિસ અપાઈ છે. જ્યારે કેટલાક ખેડૂતો નોટિસ વિના જમીનમાં ખૂંટ લગાવી દેવામાં આવ્યા છે. જેથી એક તરફ ખેતરમાં ઊભા પાક હોવા છતાં ખૂંટ મારવામાં આવી હોવાને કારણે ખેડૂતો રોષે ભરાયાં છે.

હાલ જે ખેડૂતો અને ગ્રામજનો નોટિસ મળી તે મુજબ આગામી 10 દિવસમાં જમીન માલિકોએ આ નોટિસ મળ્યાના ખાલી કરવા તેમજ જમીન પરના તમામ દબાણો દૂર કરવાની નોટિસ આપી છે. જોકે ખેડૂતો કહેવું છે કે ક્યાંક ખેડૂતોના ખેતરમાં પાક ઊભો છે અને અન્ય ખેડૂતો ઉનાળુ પાકની વાવેતર તૈયારી કરી રહ્યા છે. જેથી આવા સમયે જમીનો ખાલી કરવાની નોટિસો મળતા ખેડૂતો દુવિધામાં મુકાયા છે.

આમ તો બાકરોલ ગામના અંદાજે 42 ખેડૂતો જમીન કપાતમાં જાય છે. જે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. તેમની પાસે માંડ એકાદ કે બે વીઘા જમીન છે. જે વિકાસ કામો કારણે સંપાદન થશે તો જાણે જમીન વિહોણા ખેડૂત બને તેવી સ્થિતિ નિર્માણ થાય તેવી સ્થિતિ છે.

આમ વિરોધ ખેડૂત કરતાં જણાવે છે કે અગાઉ જ્યારે 2024માં સરદાર પટેલ રીંગ રોડ આવ્યો ત્યારે પણ અમારા ગામના અંદાજે 100 જેટલા ખેડૂતોએ રીંગ રોડ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. રીંગ રોડ જમીન આપ્યા બાદ સરકારે બાંહેધરી આપી હતી કે, ભવિષ્યમાં તમારી જમીન કપાતમાં નહીં જાય. જોકે હાલ વધુ જમીન સંપાદન કરવાની નોટિસ મળી છે.

હવે નવા રીંગ રોડ નિર્માણ થતા ખેડૂતો પાસે જમીન પણ ન બચે તેવી સ્થિતિ નિર્માણ આવી છે. હાલ ગામના અંદાજે 50 જેટલા ખેડૂતોને નોટિસ મળી છે. જે અંગે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે ખેડૂતો વિરોધ બાદ આ મામલે તંત્ર કેવા નિર્ણયો લે છે, તે જોવું રહ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *