પાકિસ્તાનની આબરૂના ધજાગરા: લાહોર હાઈકોર્ટમાં જાનવરની જેમ વકીલો બાખડ્યા, વીડિયો જોઈને હસી પડશો

પાકિસ્તાનની આબરૂના ધજાગરા: લાહોર હાઈકોર્ટમાં જાનવરની જેમ વકીલો બાખડ્યા, વીડિયો જોઈને હસી પડશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વકીલો કોર્ટરૂમની અંદર મારામારી કરી રહ્યા છે. જેથી આ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

લાહોર હાઈકોર્ટમાં ભારે તમાશો
લાહોર હાઈકોર્ટમાં ભારે તમાશો

નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાનમાં અમુક વખત એવા બનાવો બને છે કે જેના કારણે તે ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે વળી ફરી એકવાર પાકિસ્તાનની લાહોર કોર્ટ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર લાહોર હાઈકોર્ટના વીડિયો વાયરલ થયા છે જેને લઈને ભારે ફજેતી થઈ છે. આ વીડિયોમાં વકીલો એકબીજા સાથે મારામારી કરતા નજરે પડી રહ્યા છે. આ પ્રકારની ઘટનાને લઈને ખરેખરમાં સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા થયા છે.

પાકિસ્તાન ટુડેની રિપોર્ટ અનુસાર, આ મારામારી લાહોર હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વખતે થઈ હતી. ચૂંટણી સમયે વકીલો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને આ બોલાચાલી એટલી વધી ગઈ કે વકીલો ઝપાઝપી પર ઉતરી આવ્યા. વાયરલ થયેલો આ વીડિયો જોઈને યુઝર્સ પણ બે ઘડી નવાઈ પામી ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વકીલો એકબીજા પર હુમલો કરીને નારા લગાવી રહ્યા છે. સાથે જ સૌથી શરમજનક બાબત તો એ છે કે વકીલ મહિલા સાથે મારામારી કરતો દેખાયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા વકીલ પોતાનો બચાવ કરવા માટે પાસે પડેલો પંખાનો ભાગ ઉઠાવીને તે વકીલને ફેંકીને મારી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પહેલાથી તેના આતંકવાદ અને તેની આર્થિક સ્થિતિને લઈને ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે વળી હવે તો અહીંયાની હાઈકોર્ટમાં પણ વકીલો વચ્ચે મારામારીના બનાવ સામે આવ્યા છે. જેને લઈને આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને યુઝર્સ દ્વારા આ વીડિયો પર પોતાની રમૂજી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *