મેગ્નેશિયમ પાંદડાને લીલાં અને તાજા રાખે છે, જ્યારે કૅલ્શિયમ મૂળને મજબૂત બનાવે છે અને ફૂલ ખરવાની સમસ્યા ઓછી કરે છે. લીંબુના છોડમાં ફૂલ આવવાનું શરૂ થાય ત્યારે મૂળ પાસે 2 થી 3 ઇંચ માટી હળવી રીતે દૂર કરો. પછી ત્યાં લાકડાની રાખ નાખો અને ઉપરથી થોડી માટી નાખી, હળવું પાણી આપો. જ્યારે ફૂલ આવવા લાગે, ત્યારે રાખ પાંદડાં પર પણ છાંટવી જોઈએ, જેથી હાનિકારક જીવાત પાંદડાં પર બેસી ન શકે. આ રીતે ફૂલ ખરવાનું બંધ થઈ જાય છે.

