Holi 2026: બજારમાં સોના-ચાંદીથી મઢેલા ગુજિયાએ મચાવી ધૂમ, કિંમત જાણીને તમે ચોંકી જશો!

Holi 2026: બજારમાં સોના-ચાંદીથી મઢેલા ગુજિયાએ મચાવી ધૂમ, કિંમત જાણીને તમે ચોંકી જશો!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Holi 2026: હોળીનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રંગોની સાથે મીઠાઈઓની રોનક પણ વધવા લાગી છે. આ વખતે પરંપરાગત ગુજિયા ખાસ અંદાજમાં જોવા મળી રહ્યા છે. સોના અને ચાંદીના વરખથી સજાવેલા પ્રીમિયમ ગુજિયા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

આ સોનાનું ઘરેણું છે કે ગુજિયા?
આ સોનાનું ઘરેણું છે કે ગુજિયા?

Holi Particular Gujiya: રંગોનો તહેવાર હોળી નજીક આવતા જ બજારોમાં રોનક જોવા મળી રહી છે. હોળીના તહેવારમાં જો ‘ગુજિયા’ ન હોય તો ઉજવણી અધૂરી ગણાય છે. સામાન્ય રીતે આપણે 500થી 800 રૂપિયે કિલો મળતા ગુજિયા ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય એવા ગુજિયા વિશે સાંભળ્યું છે જેની કિંમત સાંભળીને તમે સોનાના દાગીના ખરીદવા વિશે વિચારવા લાગો? કાનપુર શહેરમાં ખાસ ગોલ્ડ અને સિલ્વર ગુજિયાની માંગ ઝડપથી વધી છે. ગોલ્ડ ગુજિયાની કિંમત આશરે 31 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જ્યારે સિલ્વર ગુજિયા લગભગ 2100 રૂપિયા પ્રતિ કિલોમાં મળી રહ્યા છે.

ગોલ્ડ ગુજિયા નંગ મુજબ પણ ઉપલબ્ધ છે, જેના એક નંગની કિંમત આશરે 750 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ગ્રાહકોમાં આ લક્ઝરી મીઠાઈઓને લઈને વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકો તહેવાર પર કંઈક અલગ અને ખાસ ભેટ આપવા માંગે છે. આ ગુજિયા બનાવવાની પ્રક્રિયા પરંપરાગત હોવાની સાથે સાથે પ્રીમિયમ પણ છે. પહેલા તાજો માવો, કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ અને અન્ય ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે, જેને લોટમાં ભરીને ગુજિયાને ડીપ ફ્રાય કરવામાં આવે છે.

આ સોનાનું ઘરેણું છે કે ગુજિયા?

ગુજિયાને રોયલ લુક આપવા માટે તેના પર 24 કેરેટ ખાવા લાયક સોનાના વરખ અથવા સિલ્વર વરખથી સજાવવામાં આવે છે, જેનાથી તેની સુંદરતા અને આકર્ષણ વધી જાય છે. તેને ખાસ હોળી થીમવાળા પ્રીમિયમ ગિફ્ટ બોક્સમાં પેક કરવામાં આવે છે, જે તેને ભેટ આપવા માટે આદર્શ બનાવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે ગિફ્ટ પેકની માંગ ઘણી વધી ગઈ છે, જેની કિંમત 750થી 3100 રૂપિયા સુધીની છે. આ બોક્સમાં ગુજિયાની સાથે કાજુ કતરી, ડ્રાયફ્રૂટ લાડુ, પિસ્તા રોલ અને બદામ બરફી જેવી મીઠાઈઓ પણ સામેલ કરવામાં આવી રહી છે, જેને લોકો સંબંધીઓ, મિત્રો અને બિઝનેસ સંપર્કોને ભેટ તરીકે મોકલી રહ્યા છે.

જોકે, આ વીડિયો અને ફોટા વાયરલ થતા જ યુઝર્સ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, આ ખાધા પછી પેટમાં સોનું જશે, તો કોઈ કહી રહ્યું છે કે, આના કરતા તો દાગીના લેવા સારા. જોકે, દરેક તહેવારમાં આવી ઘણી મીઠાઈ હોય છે, જેના પર વિવિધ પ્રયોગો કરીને મોંઘી બનાવવામાં આવે છે. ‘ગુજિયા’ને પણ ખાસ બનાવવા માટે દર વર્ષે કોઈના કોઈ પ્રયોગ કરવામાં આવે છે, જેનાં કારણે આ મીઠાઈ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *