Final Up to date:
ઈરાન દ્વારા અમેરિકાના જહાજ અબ્રાહમ લિંકન પર બેલેસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયા દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે. જોકે અમેરિકાએ આ મામલે હજુ કોઈ પુષ્ટિ નથી કરી.
નવી દિલ્હી: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ ભયંકર યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. ખામેનેઈના મોત બાદ હવે ઈરાન પહેલા કરતા ઘાતક હુમલા કરી રહ્યું છે અને ઈઝરાયલ પર ધડાધડ મિસાઈલો છોડી રહ્યું છે. જોકે હવે ઈરાની મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન દ્વારા અમેરિકી સેનાના મોટા જહાજ અબ્રાહમ લિંકનને નિશાન બનાવ્યું છે. આ એ જ જહાજ છે જેનો ઉપયોગ અમેરિકાએ ઈરાન પર હુમલો કરતા સમયે કર્યો હતો.
The IRGC in its 4th assertion concerning Operation True Promise 4, introduced: Following the Iran’s Armed Forces’ actions and the assault on the targets of the US-Israeli enemies, the US navy’s plane service, the Abraham Lincoln, was struck by 4 ballistic missiles.
— IRNA Information Company ☫ (@IrnaEnglish) March 1, 2026
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA અને આઈઆરજીસી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે ઓપરેશન ટૂ પ્રોમિસ 4 અંતર્ગત ઈરાનની સશસ્ત્ર સેનાઓએ અમેરિકી ઈઝરાયલી ટાર્ગેટ પર કાર્યવાહી કરી. આ દરમિયાન અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર ચાર બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી. જોકે આ દાવાને લઈને અમેરિકા દ્વારા હજુ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.
New Delhi,Delhi

