દીકરાએ પપ્પાને અનફોલો કરી દીધા, પત્ની સંગીતાએ છૂટાછેડા માટે કરી અરજી, થલાપતિ વિજય પર લગાવ્યા ગંભીર આરોપો

દીકરાએ પપ્પાને અનફોલો કરી દીધા, પત્ની સંગીતાએ છૂટાછેડા માટે કરી અરજી, થલાપતિ વિજય પર લગાવ્યા ગંભીર આરોપો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

થલાપતિ વિજયની પત્ની સંગીતાએ છૂટાછેડા માટેની અરજી કરી છે. આ વચ્ચે એક્ટરનાં દીકરા જેસન સંજયે ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આમ, આ પરથી લાગી રહ્યું છે કે દીકરો પણ માતા સંગીતાને સપોર્ટ કરી રહ્યો છે.

Image Source: INSTAGRAM/@ACTORVIJAY
Picture Supply: INSTAGRAM/@ACTORVIJAY

થલાપતિ વિજય આ દિવસોમાં સતત ચર્ચામાં છે. થલાપતિ વિજયની પત્ની સંગીતા સોર્મલિંગમે છૂટાછેડાની માગ સાથે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલો 27 ફેબ્રુઆરી 2026ના રોજ સામે આવ્યો છે. સંગીતાએ લગ્નનાં 27 વર્ષ બાદ વિજય સાથેનાં તલાક માટે કોર્ટમાં અરજી કરી છે. વિજયની પત્ની સંગીતા સોર્નલિંગમે આરોપ લગાવ્યો છે કે, તેના એક એક્ટ્રેસ સાથે અનૈતિક સંબંધો છે. તેણે દાવો કર્યો કે વર્ષ 2021 માં આ વાતની જાણ થઈ કે તેના અનૈતિક સંબંધો છે. અરજીમાં આગળ કહેવામાં આવ્યું કે વિજયે આ સંબંધને પૂરો કરવાનો વાયદો આપ્યો હતો. જોકે તેણે તેના અનૈતિક સંબંધોનો અંત ન લાવ્યો.

આ વચ્ચે વિજયનાં દીકરા જેસન સંજયે ઇન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર પિતાને અનફોલો કરી દીધાં છે. આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે આ પૂરી સ્થિતિમાં દીકરો તેની મમ્મીને સપોર્ટ કરી રહ્યો છે. જો કે અત્યાર સુધીમાં થલાપતિ વિજયે આ વિશે કોઈ ઓફિશિયલી પ્રતિક્રિયા આપી નથી. આ વચ્ચે અભિનેતાનાં દીકરાએ જે કર્યું એ જોઈને લાગી રહ્યું છે કે મામલો વધારે બગડ્યો હશે.

દીકરાએ પિતાને અનફોલો કરતા તલાકની ચર્ચાઓએ વધારે જોર પકડ્યું છે. વિજયે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ એક્સેસ લિમિટેડ કરી દીધું છે, આ કારણે બીજું કોઈ જોઈ શકતું નથી, પરંતુ વિજયનાં દીકરા જેસન સંજયનાં ફોલોઇંગ લિસ્ટમાં વિજય દેખાતા નથી. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે સંજયે તેનાં પિતાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા.

લાઇમલાઇટથી દૂર રહે છે જેસન સંજય

થલાપતિ વિજયનાં દીકરા જેસન સંજય લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ પિતાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરીને ચર્ચામાં આવ્યો છે. જેસન સંજયની લેટેસ્ટ વાતથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તેનાં પેરેન્ટ્સ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને આ પરિસ્થિતિમાં દીકરો માતાની સાથે છે. જો કે અનેક ફેન્સ આ વાતને લઈને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે.

jason sanjay

Picture Supply: INSTAGRAM/@JASON.SANJAY_OFFICIAL

આપને જણાવી દઈએ કે વિજય અને સંગીતાના લગ્ન 25 ઓગસ્ટ 1999ના રોજ થયા હતા. જેમાં બંન્નેએ હિન્દુ અને ખ્રિસ્તી રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા, સંગીતા એક તમિલ ઉદ્યોગપતિની દીકરી છે. તે પહેલાથી વિજયની ફેન હતી. લગ્ન બાદ બંન્નેને 2 સંતાનો થયા જેના દીકરાનું નામ જેસન અને દીકરીનું નામ તેમણે દિવ્યા રાખ્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *