વિગતે વાત કરીએ તો, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે પ્રશ્નોત્તરી કાળમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના પ્રશ્નો ચર્ચા થઈ હતી. આ મામલે ખેરાલુ ભાજપના ધારાસભ્ય સરદાર સિંહ ચૌધરીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, ભૂકંપ પ્રત્યે લોકોને જાગૃતિ અંગે કેવા પ્રયાસ કર્યા તેમાં સરકારે જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા છેલ્લા એક વર્ષમાં શિક્ષણ અને જનજાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત 1100થી વધુ શાળાના 1500થી વધુ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને 200થી વધુ સરકારી અધિકારીઓને ભૂકંપ વિજ્ઞાન, સંશોધન પ્રવૃત્તિઓ અને સંસ્થાની કામગીરી વિશે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી છે.

