અભિષેક શર્માએ ભલભલાની બોલતી બંધ કરી દીધી: પહેલી હાફ સેંચુરી સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અભિષેક શર્માએ ભલભલાની બોલતી બંધ કરી દીધી: પહેલી હાફ સેંચુરી સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અભિષેક શર્મા આ વખતે થોડું જોઈને રમતો જોવા મળ્યો. પૂર્વ કપ્તાન અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી દરમ્યાન કહ્યું કે, અભિષેક શર્માની આ ઇનિંગ્સની ખાસ વાત તેના શોટ સિલેક્શન પણ છે.

અભિષેક શર્મા
અભિષેક શર્મા

ચેન્નઈ: ટી20 વર્લ્ડ કપમાં અભિષેક શર્માની ઇનિંગ્સને લઈને અત્યાર સુધી ઘણી ટીકાઓ થઈ કે એક સમયે એવું લાગતું હતું કે અમૃતસરનો આ ખેલાડી હિંમત ન હારી જાય. જો કે અભિષેક શર્માએ સાબિત કરી દીધું કે તે જરા પણ હિંમત નથી હારવાનો. અભિષેક વર્લ્ડ કપની પાછલી ચાર મેચમાં 0,0,0 અને 15 રનની ઇનિંગ્સ રમ્યો હતો. અભિષેક આઉટ થતાં જ પાવરપ્લેમાં ક્યારેય સારી પાર્ટનરશિપ પણ નથી બની અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તો હારનો સામનો કરવો પડ્યો હતો. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારતની સુપર-8 મેચ કરો યા મરો બની ગઈ અને ભારતીય ઓપનર્સ સંજુ સેમસન અને અભિષેક શર્મા લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરતા ધુંઆધાર ઇનિંગ્સની શરૂઆત થઈ.

ચેન્નઈમાં અભિષેક ચમક્યો

અભિષેક શર્મા આ વખતે થોડું જોઈને રમતો જોવા મળ્યો. પૂર્વ કપ્તાન અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી દરમ્યાન કહ્યું કે, અભિષેક શર્માની આ ઇનિંગ્સની ખાસ વાત તેના શોટ સિલેક્શન પણ છે. અભિષેક શર્માએ 26 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી. તેના ટી20 વર્લ્ડ કપ કરિયરની આ પહેલી હાફ સેન્ચુરી સાબિત થઈ. અભિષેકે 30 બોલ પર 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 184ની સ્ટ્રાઇક રેટથી 55 રનની ઇનિંગ્સ રમી. Cricbuzzએ પોતાની કોમેન્ટ્રીમાં લખ્યું છે કે આ અભિષેકની બીજી સૌથી સ્લો હાફ સેન્ચુરી છે. આના પહેલા તેણે સ્લો હાફ સેન્ચુરી ઝિમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં 2024માં 33 બોલમાં લગાવી હતી. સંયોગ એવો હતો કે તે પણ તેના ટી20 કરિયરની પહેલી આંતરરાષ્ટ્રીય હાફ સેન્ચુરી હતી.

40 ઇનિંગ્સ બાદ ઓપનરના છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ

  • 93 અભિષેક શર્મા (43 મેચ)
  • 90 એવિન લુઈસ
  • 72 ક્રિસ ગેલ
  • 72 ફિન એલન
  • 71 શેન વોટસન/એરોન ફિંચ

પોતાની વર્લ્ડ કપની પ્રથમ હાફ સેન્ચુરી સાથે અભિષેકે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. અભિષેકે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી વધારે છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *