વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામે ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જી.બી. સોલંકી, છોટા ઉદેપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ત્યારે પાદરા APMCના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે પણ દિનુમામા સામે ઉમેદવારી નોંધાવી છે. બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જી. બી. સોલંકી દ્વારા સતત છઠ્ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે. બરોડા ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આ મતદારો નવા બોર્ડ માટે મતદાન પ્રક્રિયામાં જોડાશે. 26 ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે તો 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
Source link
