Final Up to date:
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પાણીપુરીની લારી પર એક વ્યક્તિ બંદૂક વાળી પિચકારીથી લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સોશિયલ મીડિયા પર અમુક વખત એવા વીડિયો વાયરલ થતા હોય છે, જે જોઈને લોકો નવાઈ પામી જતા હોય સાથે જ યુઝર્સ ખુશ પણ થઈ જતા હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો મુંબઈનો છે જેમાં એક પાણીપુરીની લારીવાળો અલગ રીતે લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે. જે રીતે આ ભાઈ લોકોને પાણીપુરી ખવડાવી રહ્યો છે તે ખરેખરમાં લોકો માટે એક એડવેન્ચર જેવું બની ગયું છે.
સામાન્ય રીતે પાણીપુરીવાળા ત્યાં આપણે જઈએ ત્યારે તે પુરીમાં બટાકા, ચણા અને પાણી ભરીને આપે છે. જોકે આ પાણીપુરીવાળાએ આખી રીત બદલી કાઢી છે. આ વ્યક્તિ પુરીમાં પાણી ભરવાની જગ્યાએ વોટર ગન એટલે કે બંદૂક વાળી પિચકારીથી ગ્રાહકોને પાણી આપી રહ્યો છે. આવી પિચકારી સામાન્ય રીતે હોળીના દિવસે બાળકોના હાથોમાં તમે જોઈ હશે.
વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ પહેલા સામાન્ય રીતે પાણીમાં બટાકાનો મસાલો ભરે છે. ગ્રાહકોને પહેલા સૂકી પાણીપુરી આપી દે છે. જેવા તે ખાઈને તૈયાર થાય છે કે આ વ્યક્તિ પાણીની ધાર ગ્રાહકોના મોઢામાં મારે છે. સાથે જ તેણે જે કપડાં પહેર્યા છે તે પણ ઘણા અતરંગી છે. સોશિયલ મીડિયા પર આ ભાઈને લોકો Gen X સ્ટાઈલ પાણીપુરી કહી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો victual_diaries અને instamart એમ બે એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને જોઈને યુઝર્સ પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં મોટા ભાગના યુઝર્સ આ વીડિયો પર પોતાની રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ આ વસ્તુને યુઝર્સ એક ક્રિએટીવ આઈડિયા પણ જણાવી રહ્યા છે.
Feb 25, 2026 11:57 PM IST

