સિગારેટ બનાવતી કંપનીનો શેર 12% તૂટ્યો, જાણો અચાનક કેમ થયો આટલો મોટો ઘટાડો

સિગારેટ બનાવતી કંપનીનો શેર 12% તૂટ્યો, જાણો અચાનક કેમ થયો આટલો મોટો ઘટાડો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Godfrey Phillips Shares: દિગ્ગજ FMCG કંપની ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા ( Godfrey Phillips India)ના શેરમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો. આ શેર 11.37% ઘટીને 2,205 રૂપિયા પર બંધ થયો હતો.

સિગારેટ બનાવતી કંપનીનો શેર 12% તૂટ્યો
સિગારેટ બનાવતી કંપનીનો શેર 12% તૂટ્યો

Godfrey Phillips Shares: દિગ્ગજ FMCG કંપની ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા ( Godfrey Phillips India)ના શેરમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો. આ શેર 11.37% ઘટીને 2,205 રૂપિયા પર બંધ થયો હતો. ઇન્ટ્રાડેમાં તે 2,180 રૂપિયા સુધી નીચે આવ્યો હતો, એટલે કે અગાઉના ક્લોઝિંગ ભાવથી 12.37 ટકાનો ઘટાડો થયો હતો. હવે સવાલ એ છે કે આખરે એવું તો શું થયું કે શેર ધડામ કરતા નીચે પડ્યો?

ભારે તેજી બાદ પ્રોફિટ બુકિંગની અસર

સૌથી મોટું કારણ તાજેતરની તેજી બાદ પ્રોફિટ બુકિંગ માનવામાં આવી રહ્યું છે. 16 ફેબ્રુઆરી 2026ના રોજ આ શેર 2,010 રૂપિયા પર હતો અને 19 ફેબ્રુઆરી સુધીમાં 2,635 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર 3-4 ટ્રેડિંગ સેશનમાં લગભગ 31 ટકાની તેજી આવી હતી. આ ઉછાળો બજેટમાં તમાકુ ઉત્પાદનો પર વધેલા ટેક્સ પછી કિંમતોમાં વધારાના સમાચારથી આવ્યો હતો, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો. પરંતુ આટલી ભારે તેજી પછી શોર્ટ ટર્મ ટ્રેડર્સે પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધી, જેનાથી શેર પર દબાણ આવ્યું.

સેક્ટર અને બજારની ચાલની અસર

તમાકુ સેક્ટરના શેર સામાન્ય રીતે વધારે ઉતાર-ચઢાવ વાળા હોય છે. ગોડફ્રે ફિલિપ્સનો એક વર્ષનો બીટા 1.32 છે, એટલે કે તે બજારની સરખામણીમાં વધુ ઝડપથી ઉપર-નીચે થઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યારે બજાર કે કોઈ ખાસ સેક્ટર દબાણમાં આવે છે, ત્યારે હાઈ બીટા શેરમાં ઘટાડો વધુ દેખાય છે. આ વ્યાપક બજાર માહોલની પણ શેર પર અસર પડી.

ટેક્નિકલ સંકેત પણ રહ્યા નબળા

એક્સપર્ટ્સના મતે, ગોડફ્રે ફિલિપ્સનો શેર 50-EMA અને 200-EMA જેવા મહત્વના મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ RSI 70ની નજીક પહોંચી ગયો હતો, જે ઓવરબોટ સ્થિતિનો સંકેત આપે છે. જ્યારે કોઈ શેર ઓવરબોટ ઝોનમાં પહોંચે છે, ત્યારે ટ્રેડર્સ અવારનવાર નફો કાઢી લે છે. આ જ કારણ હતું કે ટેક્નિકલ સંકેતોએ પણ વેચવાલીને સપોર્ટ આપ્યો.

શું છે કંપનીનો બિઝનેસ?

ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા (Godfrey Phillips India)ની સ્થાપના 1936માં થઈ હતી. આ કંપની ભારત અને વિદેશમાં સિગારેટ તેમજ તમાકુ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરે છે. તેની મુખ્ય બ્રાન્ડ્સમાં Marlboro, 4 Sq., Purple & White, Stellar જેવા નામ સામેલ છે. આ ઉપરાંત કંપની Funda અને Naturalz Imli બ્રાન્ડ હેઠળ કેન્ડી અને ચ્યુઇંગ ગમ પણ બનાવે છે.

નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કંપની મજબૂત દેખાય છે. તેનો ROE આશરે 19.9 ટકા અને ROCE લગભગ 26.3 ટકા છે. Debt to Fairness રેશિયો માત્ર 0.03 છે, જે ખૂબ જ ઓછું દેવું દર્શાવે છે. હાલમાં કંપની 26.4 ગણા P/E પર ટ્રેડ થઈ રહી છે, જ્યારે ઉદ્યોગનો સરેરાશ 23.8 ગણો છે. એટલે કે વેલ્યુએશન સેક્ટરની સરખામણીમાં થોડું ઊંચું છે.

ત્રિમાસિક પરિણામો પણ રહ્યા મજબૂત

ડિસેમ્બર ત્રિમાસિકમાં ગોડફ્રે ફિલિપ્સ (Godfrey Phillips)એ સારું પ્રદર્શન કર્યું. રેવન્યુ 1,829 કરોડ રૂપિયા રહી, જે વાર્ષિક ધોરણે 15.1 ટકા અને અગાઉના ત્રિમાસિક કરતાં 41.9 ટકા વધારે છે. EBITDA 380 કરોડ રૂપિયા રહ્યું છે, જે વાર્ષિક 5.3 ટકા અને ત્રિમાસિક આધારે 21 ટકાનો વધારો દર્શાવે છે. તો ચોખ્ખો નફો 343 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 8.5 ટકા અને અગાઉના ત્રિમાસિક કરતાં 12.5 ટકા વધુ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *